ધોરાજીના  સફાઈ કામદારો ઉતર્યા પ્રતીક ઉપવાસ પર પાલીકામાં  સેટઅપ મુજબ ભરતી કરવા માંગ

0
412

ભાજપનાજ  અનુસુચીત જાતી મોરચાના મહામંત્રી પણ જોડાયા  આંદોલનમા.


ધોરાજી શહેરમાં નગરપાલીકાના સફાઈ કામદારો તેમની માગણીઓ ન સ્વીકારતા પ્રતીક આંદોલન પર ઉતરી ગયા છે .તેઓની માગણી નહીં સંતોષાય તો આત્મ વિલોપન, સફાઈ કામગીરી ઠપ્પ કરવાની ચીમકી અપાઈ છે.

વિવિધ માગણીઓ જેમાં  સેટઅપ મુજબ જગ્યા ખાલી હોય તેમ છતા સફાઈ કામદારોની ભરતી કરતા ન હોવાનું તેમજ રોજમદારોના વારસદારોને ખાલી જગ્યાએ લેવામાં આવે તેમજ પ્લોટ ફાળવણીના મુદાઓ પાલીકાએ ન ઉકેલતા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે અને માગણી નહીં સંતોષાય તો આત્મવિલોપન પ્રયાસ અને સફાઈની કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપવામાં આવી છે. આ બાબતે વિગતો આષીશ જેઠવાએ તેમજ ભાજપના અનુસુચીત જાતીના મહામંત્રી કાનજી ભાઈ અરજણભાઈ સોલંકીએ આપતા જણાવેલ કે  ઘોરાજી નગરપાલિકામાં શહેરની વસ્તી વધેલ હોય. વસ્તીના ધોરણે સફાઈ કામદારો ઓછા હોઈ તેમજ સફાઈ કામદારોની સૅટઅપ મુજબ જગ્યા ખાલી હોય અને તેમાટે સફાઈ કામદારોએ માગણી કરતુ આવેદન નગરપાલીકા મુખ્ય અધિકારીને સુપ્રત કરી રજુઆત કરેલ આ  અગાઉ પણ ગાંધી ચિંધ્યાં માર્ગે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે સફાઈ કામદારોને વિશ્વાસમાં લઈ ભવિષ્યમાં જગ્યા ખાલી હશે ત્યારે તમો ને ખાલી જગ્યાએ લેવાનુ આશ્વાસન આપેલ હતુ હાલ ઘોરાજી નગરપાલિકામાં સેટઅપ મુજબ જગ્યા ખાલી હોય તેમ છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ સફાઈ કામદારોને પ્લોટ ફાળવા  રોજમદારો તેમજ વારસદારોને ખાલી જગ્યા ઉપર લેવામાં નહી આવેતો તા.૨૩-૦૯-૨0૧૭ ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે  પ્રતીક ઉપવાસ ઉપર જવાની ફરજ પડશે નું  અગાઉ આવેદન પત્ર પાલીકાને અપાયુ હતુ. જેનો ઉકેલ ન આવતા સફાઈ કામદારો શહેરના ત્રણ દરવાજા પાસે ગાંધીજીના બાવલા પાસે પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે.

 તેમજ  આ બાબતને ધ્યાને લેવામાં નહીં આવેતો આત્મ હત્યાના પ્રયાસ કરવા અને સમગ્ર સફાઈ કામદોરો સફાઈ કામગીરીનો બહીષ્કાર કરી સફાઈ કામગીરી ઠપ્પ કરીદેવામાં આવશેનું આષીશ જેઠવાએ જણાવ્યુ હતું અને રોષ વ્યક્ત કરતા વિસેસ માં જણાવેલકે  આજથી વીસ વર્ષ પુર્વે શહેરની હાલની વસ્તી કરતા આેછી વસ્તી હતી તેમ છતાં 200 થી વધુ સફાઈ કામદારો  હતા આજે શહેરની  વસ્તી સવાલાખ ઉપર પહોંચી છે તેમ છતાં 35 થી 40 જેટલાજ સફાઈ કામદારો છે  ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે આ સતાધિશોને મારે એટલુજ કહેવુ છેકે પ્રધાન મંત્રી મોદીજી સ્વચ્છતા અભિયાન ચલાવી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવાની નેમ ધરાવે છે ત્યારે સફાઈ કામદારો વગર સ્વચ્છ ભારત કેમ રહેશે? અને પાલીકામાં કચરા ઉપાડવાનો કોન્ટ્રાક્ટ બંધ કરી કાયમી રોજમદારો તરીકે સફાઈ કામદારોની ભરતી કરશે તો સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે અને ગરીબ સફાઈ કામદારોના પરીવારને રોજી રોટી મળશે.

 ભાજપાનાજ અનુસુચીત જાતીના મહામંત્રી કાનજી ભાઈ અરજણભાઈ સોલંકીએ જણાવેલ કે  ભાજપા શાસીત પાલીકામાં મારા સમાજના લોકોના હિત માટે હું આંદોલનમાં જોડાયો છુ અને માગણી નહિં સંતોષાય તો રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY