અમરેલીમાં પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

0
229

અમરેલી,

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નક્કી થયેલ કાર્યક્નમ મુજબ આજે જીલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો શ્રી ચિમનભાઇ સાપરીયા, સાંસદ પુનમબેન માડમ અને રમેશભાઇ રૂપાપરાએ જીલ્‍લાની પાંચેય વિધાનસભા બેઠકોના દાવેદારો તથા ભાજપ આગેવાનો કાર્યકરોને સાંભળ્‍યા હતા.
જીલ્‍લાના પ્રભારી શ્રી ભરતભાઇ ગાજીપરાની ઉપસ્‍થિતીમાં લાઠી-બાબરા, લીલીયા-સાવરકુંડલા, રાજુલા-જાફરાબાદ, અમરેલી-કુંકાવાવ, ધારી બગસરા વિધાનસભા વિસ્‍તારના આગેવાનો ઉમટી પડતા ગાડીઓના થપા લાગ્‍યા હતા. અને જાણે કે નરેન્‍દ્રભાઇ મોદીની સભા હોય તેવો માહોલ વચ્‍ચે ટ્રાફીક પોલીસે પણ વયવસ્‍થા જાળવી પડી હતી.
સર્વ પ્રથમ ધારી બગસરા બેઠક શ્રી ખોડભાઇ ભુવા, કમળાબેન ભુવા, મધુબેન જોષી, પ્રભાબેન વાળા, વિમળાબેન અગવાન, અંજલીબેન ભુવા, સરલાબેન વ્‍યાસ, અતુલભાઇ કાનાણી, જીતુભાઇ જોષી, કેતનભાઇ ધકાણ, નરેશભાઇ ભુવા, હિતેષભાઇ જોષી, મનસુખભાઇ સુખડીયા, અશ્‍વિનભાઇ કુજડીયા, એ.વી. રીબડીયા, મુંગેશભાઇ કોઠીયા, રાકેશભાઇ ડાવરા, વીપુલભાઇ કવાડ, રાજુભાઇ ગીડા, ધીરૂભાઇ માયાણી, પ્રવીણભાઇ રફાડીયા, વિપુલભાઇ કયાડા, રમેશભાઇ સરસીયા, સંજયભાઇ ધાણક, કાંતિભાઇ સતાસીયા, રશ્‍વિનભાઇ ડોડીયા, નિતીનભાઇગઢીયા, મુકેશભાઇ ગોંડલીયા, દીલુભાઇ વાળા, જયંતિભાઇ મકવાણા, બાબુભાઇ મકવાણા, ભીખુભાઇ સરવૈયા, ચંદુભાઇ, હરેશભાઇ પટોળીયા, રમેશભાઇ માલા, બાલુભાઇ તંતી, ચલાલાથી મનસુભાઇ ગેડીયા, હિંમતભાઇ દોગા, પ્રકાશભાઇ કારીયા, શિવરાજભાઇ વાળા, અશોકભાઇ કાથરોટીયા કાંતિભાઇ પાનસુરીયા, પુનાભાઇ રબારી, અશોકભાઇ ચૌહાણ, લીલીબેન ગોહિલ, નંદાભાઇ સુવાગીયા, વજુભાઇ માથાસુડીયા, વિનુભાઇ કાથરોટીયા, જયાબેન વ્‍યાસ, મુકેશભાઇ રાઠોડ, ઘનશ્‍યામભાઇ ગોહીલ, પ્રવિણભાઇ માલવિયા અને યુવા મોરચાના ચીરાગ વાધાણી, ઘનશ્‍યામભાઇ કાથરોટીયા, બાલાભાઇ દેવમુરારી, મનસુખભાઇ રાઠોડ, પરેશભાઇ કાથરોટીયા, જયરાજભાઇ વાળા, સવીતાબેન મેસીયા હિતેષભાઇ રાજીયગુરુ, લીલાબેન ગોહિલ વીગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ધારી બગસરા બેઠકમાં આ વખતે બગસરાના સ્‍થાનીકને ટીકીટ આપવા આગેવાનો અને કાર્યકરોમાંથી સુર ઉઠયો હતો

LEAVE A REPLY