મગફળીના ટેકાના ભાવો વધતા સરકારનો આભાર માનતા શ્રી અશ્‍વિન સાવલીયા

0
256

અમરેલી,

મગફળીના ટેકાના ભાવોને વધારવાના સરકારના નિર્ણયને અમરડેરીના ચેરમેન શ્રી અશ્‍વિન સાવલીયાએ બિરદાવી અને પોષણક્ષમ ભાવો આપવા સરકારે ઉઠાવેલા નક્કર પગલા બદલ સરકારનો આભાર માન્‍યો છે. શ્રી સાવલીયાએ જણાવ્‍યું છે કે, માંડવીના વધારે વાવેતરથી સરવાળે પશુપાલન ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા તથા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિમંત્રી શ્રી વી.વી.વઘાસીયાએ યોગ્‍ય સમયનો યોગ્‍ય નિર્ણય કરી સરકાર ખેડૂતો માટે સતત ચિંતિત છે તે સાબિત કરી આપ્‍યું છે અને ખેડૂતો માટે ટેકાનાભાવો વધારી સરકાર ખેડૂતોની સાથે છે.
તેવી પ્રતિતિ કરાવનાર વડાપ્રધાન શ્રી મોદી, કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી રૂપાલા, મુખ્‍યમંત્રી શ્રી રૂપાણી અને રાજયના કૃષિમંત્રી શ્રી વઘાસીયાને અભિનંદન આપી તેમનો આભાર માન્‍યો હતો.

LEAVE A REPLY