0
45

મુંબઈ:તીવ્ર સ્પર્ધાના માહોલમાં તહેવારોનો લાભ લેવા ટેલિકોમ કંપનીઓએ આકર્ષક ઓફર્સ જાહેર કરી છે. મોબાઇલ યુઝર્સને મોટું ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ડેટા પેકેજિસ મળી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ તેની ઇન્ફોટેઇનમેન્ટ એપ્સ ડાઉનલોડ કરવા, SIM અપગ્રેડ કરવા કે કંપનીના પેમેન્ટ પોર્ટલ્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સને લલચાવવા સક્રિય છે.


હોંગકોંગની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના સત્યજિત સિંહાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગ્રાહકો નોટબંધી, નીચી માંગ અને ઊંચા ભાવને કારણે ખરીદીથી દૂર રહ્યા હતા. જોકે, આ વખતે કન્ઝ્યુ. માર્કેટના એકંદર ખર્ચમાં 10-15 ટકા વૃદ્ધિનો અંદાજ છે.

મોબાઇલ કંપનીઓ યુઝર દીઠ ઊંચી સરેરાશ આવક (ARPU) મેળવવા આ તકનો લાભ લેવા સક્રિય છે.વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ARPUની મિડ-રેન્જ (રૂ.120-190)માં 10 ટકા અને નીચીથી મધ્યમ રેન્જ (રૂ.80-120)માં તહેવારોના ગાળામાં 30-40 ટકા વૃદ્ધિની શક્યતા છે.

ટેલિકોમ કંપનીઓના ઊંચી આવક મેળવવાના પ્રયાસ માટે જીઓની એન્ટ્રી પછી શરૂ થયેલી ગળાકાપ હરીફાઈ કારણભૂત છે. ગુજરાતના મોબાઇલ યુઝર્સ વોડાફોન ઇન્ડિયાના 9 ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે તો કંપનીએ તેમના માટે મુવી ટિકિટ, ફૂડ વાઉચર્સની ઓફર્સ શરૂ કરી છે.

કંપનીના 9 ડિજિટલ પ્લેટફોર્મ્સમાં તેની એપ, મોબાઇલ વોલેટ્સ, ઇન્ફોટેઇનમેન્ટ સાઇટ્સ, ઓનલાઇન પેમેન્ટ, ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવી તેમજ નવરાત્રિમાં સિમને વોડાફોન સુપરનેટ 4Gમાં અપગ્રેડ કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. કંપનીએ દિલ્હી-NCR ટેલિકોમ સર્કલ માટે સ્પેશિયલ ટેરિફ પ્લાન્સ જાહેર કર્યા છે.

જીઓના ગ્રાહકો 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ‘બિગ બિલિયન ડે’ સેલમાં 4G LTE ડિવાઇસ ખરીદે તો તેમને 60 જીબીનો વધારાનો ડેટા ઓફર કરી રહી છે. ઉપરાંત, રિલાયન્સ ડિજિટલ કે એમેઝોન પરથી નવા આઇફોન્સ ખરીદનાર માટે જીઓએ નવા ટેરિફ પ્લાન અને બાયબેક ઓફર્સ જાહેર કરી છે. યુઝર્સ 20થી 30 સપ્ટેમ્બરમાં કંપનીનું હોટસ્પોટ રાઉટર જીઓફાઇ અડધા ભાવે રૂ.999માં ખરીદી શકશે. ઓફરના ગાળા પછી ડિવાઇસનો ભાવ રૂ.1,999 થશે.

ભારતની સૌથી મોટી મોબાઇલ કંપની ભારતી એરટેલે સપ્ટેમ્બરથી પોસ્ટ-પેઇડ યુઝર્સને છ મહિના માટે 60 જીબી ડેટા ઓફર કર્યો છે. અગાઉ મોન્સૂન ઓફરમાં કંપનીએ 3 મહિનામાં 30 જીબી ડેટા ઓફર કરવાની જાહેરાત કરી હતી.

કંપનીએ ગયા વીક-એન્ડથી નવા સ્પેશિયલ રિચાર્જ પેક્સમાં રોજ 4 GB સુધી 3G/4G ડેટા ઓફર કરવાનું શરૂ કર્યું છે. ઉપરાંત, યુઝર્સને સ્પેશિયલ રિચાર્જ ઓફરના ભાગરૂપે રૂ.349નું STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર) મળશે. જેમાં 28 દિવસ સુધી રોજ 3G/4G સ્પીડ સાથે 1 જીબી ડેટા મળશે.

આઇડિયાએ તહેવારોમાં ઇન્ફોટેઇનમેન્ટ એપ્સ પર ભાર મૂક્યો છે. જેમાં આઇડિયા મ્યુઝિક, આઇડિયા મુવીઝ એન્ડ ટીવી તેમજ આઇડિયા ગેમ્સ સામેલ છે. એક રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર આ વખતે કંપનીઓ માત્ર ટેરિફ ઓફર્સને બદલે મોબાઇલ ડિવાઇસ કંપનીઓ સાથે બંડલ્ડ ઓફર્સ લોન્ચ કરશે. ગયા વર્ષ સુધી કંપનીઓએ માત્ર પ્રથમ હરોળના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પણ આ ‌વખતે તે હેન્ડસેટ ખરીદનારા જુદાજુદા વર્ગના ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY