રાજકોટવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ગયા

0
142

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વિજયા દશમીના પાવન પર્વનું વિશેષ મહત્વ છે. આજે ઠેર-ઠેર શસ્ત્રપૂજન સાથે રાવણ દહનના કાયક્રમો યોજાશે. ખાસ કરીને ભગવાન શ્રીરામે વિજયા દશમીના દિવસે રાવણનો વધ કરી હોવાથી લોકો આજના પાવન દિવસે મીઠાઈ ખરીદી પરસ્પર દશેરાની શુભકામના પાઠવે છે. ફાફડા અને જલેબી ખાઈને લોકો દશેરાની ઉજવણી કરે છે.રાજકોટ વાસીઓની વાત કરીએ તો આજે દશેરાના પાવન દિવસે શહેરમાં ઠેર-ઠેર મીઠાઈઓના માંડવા જોવા મળી રહ્યા છે. રાજકોટની સ્વાદપ્રિય જનતા મીઠાઈઓ ખરીદવા બજારોમાં ઉમટી પડી છે. કંદોઈને ત્યાં મીઠાઈઓ ખરીદવા લોકોની લાંબી કતારો લાગી છે. ત્યારે આ ભીડ જોઈને એવુ લાગી રહ્યું છે કે તહેવારોના દિવસોમાં રાજકોટ વાસીઓને મોંઘવારીનો રાવણ નડતો નથી.આ વર્ષે મોંઘવારીની અસર ગરમા ગરમ ફાફડા અને જલેબી પર જોવા મળી રહી છે. ગત વર્ષે ફાફડાની કિંમત  પ્રતિ કિલો વેચાણ થયું હતું. જયારે આ વખતે પ્રતિકિલો જેટલો ભાવ વધારો થયો છે. તેમજ જલેબી ગયા વર્ષે ૩૦૦ થી ૩૫૦ પ્રતિકિલો વેચાઈ હતી. જેના ભાવ વધીને આ વર્ષે ૩૧૦ થી ૩૬૦ થઈ ગયા હોવા છતા રાજકોટ વાસીઓ દશેરા નિમિતે કરોડો ‚પિયાના ફાફડા જલેબી જાપટી ગયા. સહિત સૌરાષ્ટ્રમાં વિજયા દશમીના પાવન પર્વનું વિશેષ મહત્વ છે. આજે ઠેર-ઠેર શસ્ત્રપૂજન સાથે રાવણ દહનના કાયક્રમો યોજાશે. ખાસ કરીને ભગવાન શ્રીરામે વિજયા દશમીના દિવસે રાવણનો વધ કરી હોવાથી લોકો આજના પાવન દિવસે મીઠાઈ ખરીદી પરસ્પર દશેરાની શુભકામના પાઠવે છે. ફાફડા અને જલેબી ખાઈને લોકો દશેરાની ઉજવણી કરે છે.રાજકોટ વાસીઓની વાત કરીએ તો આજે દશેરાના પાવન દિવસે શહેરમાં ઠેર-ઠેર મીઠાઈઓના માંડવા જોવા મળી રહ્યા છે. રાજકોટની સ્વાદપ્રિય જનતા મીઠાઈઓ ખરીદવા બજારોમાં ઉમટી પડી છે. કંદોઈને ત્યાં મીઠાઈઓ ખરીદવા લોકોની લાંબી કતારો લાગી છે. ત્યારે આ ભીડ જોઈને એવુ લાગી રહ્યું છે કે તહેવારોના દિવસોમાં રાજકોટ વાસીઓને મોંઘવારીનો રાવણ નડતો નથી.આ વર્ષે મોંઘવારીની અસર ગરમા ગરમ ફાફડા અને જલેબી પર જોવા મળી રહી છે. ગત વર્ષે ફાફડાની કિંમત  પ્રતિ કિલો વેચાણ થયું હતું. જયારે આ વખતે પ્રતિકિલો જેટલો ભાવ વધારો થયો છે. તેમજ જલેબી ગયા વર્ષે ૩૦૦ થી ૩૫૦ પ્રતિકિલો વેચાઈ હતી. જેના ભાવ વધીને આ વર્ષે ૩૧૦ થી ૩૬૦ થઈ ગયા હોવા છતા રાજકોટ વાસીઓ દશેરા નિમિતે કરોડો ‚પિયાના ફાફડા જલેબી જાપટી ગયા.

LEAVE A REPLY