ભાજપના નેતાઓ હવે સલાહ આપે છે સોશ્યિલ મીડિયા પર ભરોસો ન રાખતા

0
165

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશ્યલ મિડિયા ”વોર” પરાકાષ્ટાએ.

ભાજપના રાષ્ટ્રિય, રાજ્ય અને શહેરસ્તરના મોવડી મંડળના આગેવાનો લોકસભાની ચૂંટણી પૂર્વે સોશ્યલ મિડિયાનો મહતમ ઉપયોગ કરવા સલાહ આપતા હતા પણ હવે તેઓ દ્વારા સોશ્યિલ મિડિયા પર આવતા સંદેશાઓ પર ભરોસો રાખવો નહી તેવી સલાહ આપી રહ્યા છે.

અગાઉ કોંગ્રેસ વિરૃધ્ધ સોશ્યિલ મિડિયા પર જે રીતે મારો ચાલ્યો હતો અને તેમાં કોંગ્રેસ શાસન ભ્રષ્ટાચાર, કોંગ્રેસના આગેવાનો કાર્ટુન સમાન ચીતરી દેવામાં આવ્યા હતા જેને કારણે કોંગ્રેસ પક્ષ માટે ધુ્રણા પેદા થઇ હતી. સાથે સાથે સોશ્યલ મિડિયા પર ભાજપે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા અબકી બાર મોદી સરકાર સહિતના વિવિધ મેસેજ તેમજ વિડિયો ભાજપ તરફી ફરતા થયા હતા.

લોકસભાની ચૂંટણી બાદ નોટબંધી, જીએસટીનો અમલ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા જેવા અનેક કડવા ઘુંટ પ્રજાને પીવડાવ્યા. સરકારે પ્રારંભમાં તો નોટબંધીને રાષ્ટ્રપ્રેમ સાથે જોડી લોકોને સાથસહકાર આપવાના સંદેશામાં સફળ થયા પરંતુ ધીરે ધીરે પ્રજા પણ ભાજપ સરકાર વિરૃધ્ધ સોશ્યલ મિડિયા પર સક્રીય બની અનેક પ્રકારના ભાજપ વિરૃધ્ધ મેસેજ અને વિડિયો મુકતા થઇ ગયા હતા.

તાજેતરમાં કોંગ્રેસ તરફથી વિકાસ ગાંડો થયો છે અને મારા હાળા છેતરી ગયા તેમજ સોનુ, તને મારામાં ભરોસો છે કે નહિ તેવા અનેક મેસેજ વિડિયો તેમજ ગરબા સોશ્યલ મિડિયા પર ફરતા થતા ભાજપ વિરોધી વાતાવરણ શરૃ થયુ છે. ગુજરાતમાં જ્યારે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સોશ્યલ મિડિયા પર જે રીતે ભાજપ-કોંગ્રેસનું આમને-સામને યુધ્ધ છેડાયું છે ત્યારે ભાજપના અગ્રણીઓ જે લોકસભાની ચૂંટણી હવે જાહેર પ્રવચનમાં સોશ્યિલ મિડિયા પર આવતા મેસેજ અને વિડિયો પર ભરોસો નહિ રાખવા સલાહ આપી રહ્યા છે


LEAVE A REPLY