ભુજીયા ડુંગર પર ૧૦૮ મકરધ્વજ ફરકાવી દશેરાની કરાઈ ઉજવણી

0
337

 ભુજયાની તળેટીમાં કરાયુ શસ્ત્ર પુજન


ભુજીયા ડુંગર પર ૧૦૮ મકરધ્વજ ફરકાવી દશેરાની કરાઈ ઉજવણી       દશેરાની ઉજવણીના ભાગરૃપે આજે તેમજ હિન્દુ સંસ્કૃતિના જતનના ઉદ્ેશ્ય અને યુવાનોને એક નવી શીખ આપવા સાથે ગત સાલની માફક આ વર્ષે પણ ભુજના ભુજીયા ડુંગરે ભુજના રસીકબા હેમુદાન કેસરીયા અને તેમના વર્તુળ દ્વારા  ૧૦૮ મકરધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.


ભુજના રસીકબા કેસરીયા સહિત તેમના ગુ્રપ વર્તુળ દ્વારા આજે સવારે દશેરાના દિને સવારે ૯ કલાકે ભુજીયા ડુંગરની તળેટીમાં શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ડુંગર પર ચઢતા પગથીયા પર ૧૦૮ મકરધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. જેમાં અન્ય શહેરીજનો પણ જોડાયા હતા. હિન્દુ સંસ્કૃતિનું જતન કરવાની સાથોસાથ યુવાનોને પ્રેરણા આપવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યુ હતુ.ભુજીયા કિલ્લાનું ઐતિહાસીક ગૌરવ જળવાય તેવો ભાવ પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY