વરૂણ-જેકલીનની ‘જુડવા 2’ જોવાય કે નહીં? ‘ખજૂર’નો રિવ્યૂ

0
573

ફિલ્મનું ડિરેક્શન સારુ છે, પરંતુ લખાણ ખૂબ જ ખરાબ છે, જેને વધુ સારી રીતે લખી શકાય તેમ હતુ.

રેટિંગ 2.5/5

સ્ટાર કાસ્ટ
વરૂણ ધવન, જેકલિન ફર્નાન્ડીઝ, તાપસી પન્નૂ, અનુપમ ખેર, ઉપાસના સિંહ, રાજપાલ યાદવ, પવન મલ્હોત્રા, અલી અસગર, વિવાન ભતેના

ડિરેક્ટર    ડેવિડ ધવન 

મ્યૂઝિક    સાજિદ-વાજિદ, મિત બ્રધર્સ, સંદીર શિરોડકર, અનુ મલિક 

પ્રોડ્યૂસર  સાજિદ નાડિયાદવાલા 

જોનર   કોમેડી ડ્રામા  ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મ ‘જુડવા 2’ રીલિઝ થઈ ગઈ છે. છેલ્લે 2014માં ડેવિડના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘મેં તેરા હીરો’ આવી હતી, તેના ત્રણ વર્ષ પછી તેમના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘જુડવા 2’ આવી છે. આ ફિલ્મ 1997માં આવેલી ‘જુડવા’ની રિમેક છે ફિલ્મ ‘જુડવા 2’, ફિલ્મમાં તમને નવુ કઈંજ નહીં જોવા મળે. સ્ક્રિપ્ટ અને એડિટિંગ બન્ને ખૂબ જ નબળા છે.

વાર્તા 

ફિલ્મની વાર્તા શરૂ થાય છે મુંબઈના એક બિઝનેસમેન મલ્હોત્રા (સચિન ખેડેકર) જેની વાઈફ પ્રેગ્નેન્ટ હોય છે. જે ફ્લાઈટમાં વાઈફની સારવાર કરવા માટે આવ્યો હોય છે. ત્યારે એક ગુન્ડો પોતાની જાતને બચાવવા માટે તે બિઝનેસમેનની બેગમાં ચોરી કરેલો હીરો મુકી દે છે. બિઝનેસમેન વાઈફને લઈને હોસ્પિટલ પહોંચે છે, જ્યાં તે જુડવા બાળકોને જન્મ આપે છે. બીજી તરફ ગુન્ડો પણ હોસ્પિટલ પોતાનો હીરો લેવા માટે આવે છે, ત્યારે બિઝનેસમેન અને ગુન્ડા વચ્ચે મારામારી થાય છે. હીરો લેવા આવેલા ગુન્ડાને બિઝનેસમેન પોલીસને સોપી દે છે. આ વચ્ચે તે ગુન્ડો તકનો લાભ ઉઠાવીને બિઝનેસમેનના જુડવા બાળકોમાંથી એકને લઈને ત્યાંથી ભાગી જાય છે. તે બાળકને તે રેલ્વે ટ્રેક પર ફેંકી દે છે. જેને એક મહિલા બચાવી લે છે અને તેનો ઉછેર કરે છે. જે મોટો થઈને રાજા(વરૂણ ધવન) બને છે. બીજી તરફ પોતાના દીકરો મરી ગયો છે તેમ સમજીને બિઝનેસમેન પોતાની વાઈફ અને એક દીકરાને લઈને લંડન પાછો જતો રહે છે. તેમનો તે દીકરો મોટો થાય છે અને મોટો થઈને પ્રેમ (વરૂણ ધવન)નામથી ઓળખાય છે. બન્નેનો ઉછેર અલગ-અલગ રીતે થાય છે. એક ભાઈ કમજોર તો બીજો શક્તિશાલી હોય છે. એક ભાઈ શરીફ તો બીજો ગુન્ડો બને છે. એક ઝઘડામાં રાજા એક વ્યકિતને ઢોર માર મારે છે અને પોતાની જાતને પોલીસથી બચાવવા માટે લંડન ભાગી જાય છે. જોકે, બન્ને ભાઈઓમાં કનેક્શન હોવાને કારણે એકને વાગે છે તો બીજાને દુખાવો થાય છે. બન્ને સાથે આ પ્રકારની અનેક ઘટના બને છે. આ વચ્ચે બન્નેની લાઈફમાં સમારા (તાપસી પન્નૂ) અને અલિષ્કા (જેકલિન ફર્નાન્ડીઝ) આવે છે. બન્ને ભાઈ કેવી રીતે મળે છે, શું તે બન્ને તે વ્યકિત પાસે બદલો લઈ શકશે જેણે રાજા પાસેથી તેનું બાળપણ છીનવી લીધુ હતુ? સમારા અને અલિષ્કાની વચ્ચે રાજા અને પ્રેમને લઈને ગેરસમજ કેવી રીતે દૂર થશે? તે માટે તમારે ફિલમ જોવી પડશે.

ડિરેક્શન

 ફિલ્મનું ડિરેક્શન સારુ છે, પરંતુ લખાણ ખૂબ જ ખરાબ છે, જેને વધુ સારી રીતે લખી શકાય તેમ હતુ. ફિલ્મમાં કેટલાક પંચ છે, જેને સાંભળીને હસુ આવે છે. ફિલ્મના ડાયલોગ્સ ઢંગઢળા વગરના છે, પહેલી ફિલ્મ એટલે કે ‘જુડવા’ની સામે આ ફિલ્મમાં કઈં ખાસ નથી. સ્ક્રીનપ્લે વધુ સારી રીતે થઈ શકે તેમ હતો. ફિલ્મમા સ્ટાર્સની ભરમાર છે, જેને વધુ સારી રીતે સેટ કરી શકાય તેમ હતુ. આ ફિલ્મ 1997માં આવેલી ફિલ્મ ‘જુડવા’ની રિમેક છે, જે લોકોની આશા ઉપર ખરી નથી ઉતરી. ફિલ્મની સ્ક્રિપ્ટ અને એડિટિંગ બન્ને ખૂબ જ નબળા છે. ઈન્ટરવલ પછી ફિલ્મમાં સલમાન ખાન થોડા સમય માટે ફિલ્મમા જોવા મળે છે. આ સીનામાં વરૂણ અને સલમાન બન્ને જુડવા જોવા મળે છે.

LEAVE A REPLY