છ વર્ષથી ઘરફોડ ચોરી ના નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી અ. ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ.

0
217

ગ્રામ્ય વિસ્તારમાં ચોરી તેમજ અન્ય મિલકત સબંધી ગુન્હા ડિટેકટ કરવા મે. એસ.પી.સા.ની સુચના તેમજ એલસીબી પી.આઇ. શ્રી ડી.ડી.સોઢા સાહેબના માર્ગદર્શન હેઠળ બોપલ વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા દરમિયાન બોપલ પો.સ્ટે.ફ ગુરન .૮૬/૧૧ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી મુન્નો ઉર્ફે મુનિયો રણજીત ઓગણિયા (પગી) રહે. તારામનિયા તા. લખતર જી.સુરેન્દ્રનગર વાળો ઘુમા બસ સ્ટેન્ડ નજીક આવવાનો છે તેવી બાતમી પોકો અજીતસિંહ ગગુભાને મળતા ઉપરોક્ત આરોપીને એ.સી.ગોહીલ પો.સ.ઈ.પેરોલ ફર્લો સ્ક્વૉડ તથા અ.હે.કો. પરસોત્તમભાઇ અભુભાઈ, પો.કો. અજયસિંહ, ઘનશ્યામભાઈ તથા કપિલદેવસિંહ નાઓએ ટીમ બનાવી આજરોજ તા ૨૨/૧૨/૨૦૧૭ ના કલાક ૧૩/૧૫ વાગ્યે ઘુમા બસ સ્ટેન્ડ પાસે થી ભારે જહેમત બાદ સીઆરપીસી કલમ 41(1)આઈ મુજબ પકડી બોપલ પોસ્ટે આગળની કાર્યવાહી માટે સોપેલ છે.

LEAVE A REPLY