ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરી વિજયભાઈ રૂપાણી રીપીટ અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતીનભાઇ પટેલ

0
74

vijay rupani

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરીવાર ભાજપની સરકાર બની છે. ત્યારે એક સમયે એવું લાગતું હતું કે હવે ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી શકે છે. પ્રદેશ ભાજપના કાર્યાલય “કમલમ” ખાતે બે કેન્દ્રીય પર્યવેક્ષકો અરુણ જેટલી અને સરોજ પાંડે ની ઉપસ્થિતિમાં ‘ભાજપ કૉર કમિટી” ની બેઠક શરુ થઇ હતી. આ બેઠકમાં ભાજપ તરફથી ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના તમામ ધારાસભ્યોની મીટિંગમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે સર્વાનુંમતે વિજય રૂપાણીને મુખ્યપ્રધાનનો તાજ ફરીવાર પહેરાવવામાં આવ્યો છે તથા નિતિન પટેલને નાયબ મુખ્યપ્રધાન તરીકે યથાવત રાખવામાં આવ્યાં છે. વિજય રૂપાણીને ધારાસભ્યોની મીટિંગમાં શિક્ષણ પ્રધાન રહેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રસ્તાવ મુક્યો હતો. વિજયભાઇએ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થયો હતો. બાદમાં ગુજરાત પ્રદેસ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હાલ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે

LEAVE A REPLY