પરપ્રાંતીય ઈંગલીશ દારૂ પેટી નંગ-૪૫ કુલ બોટલ નંગ ૫૪૦ જથ્થો મળી કુલ રૂ.૧,૬૨,૦૦૦/-નો દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પોલીસ

0
214

ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલવાને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ ભાવનગર-અમદાવાદ હાઇવે, નારી ગામ મઢુલી પાસે વોચમાં રહી મજકુર કરશનભાઇ ઉર્ફ ભાણો લક્ષ્મણભાઇ સાટીયા/ભરવાડ ઉ.વ. ૩૨ રહેવાસી પ્લોટન;-૨૫, માલધારી સોસાયટી, ઠાકર દ્રારા પાસે ભાવનગર વાળાને એસેન્ટ કાર રજી. નંબર MH 04 AX 2240 માં આગળના બોનેટમાં વાયપર નીચેથી તથા પાછળની સીટની નીચેથી તથા પાછળના બમ્પરમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો જેમાં (૧) બકાર્ડી બ્લેક ઓરીજનલ પ્રીમીયમ ક્રાફટેડ રમ મોટી બોટલ નંગ- ૨૪ (૨) બકાર્ડી બ્લેક ઓરીજનલ પ્રીમીયમ ક્રાફટેડ રમ નાની બોટલ નંગ-૪૫ (૩) કનોક આઉટ રીફ્રેસીગ સ્ટ્રોંગ બીયર નંગ-૮ કિ.રૂ. ૨૯,૯૦૦/- તથા કાર સહિત કુલ કિ.રૂ. ૮૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. પોલીસે આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. ગીરજાશંકર જાની તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલ્વા તથા નીતીનભાઇ ખટાણા તથા બાવકુદાન ગઢવી તથા લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા યોગીનકુમાર ધાંધલ્યા જોડાયા હતા.

Reporting

Chirag RajGor

LEAVE A REPLY