મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નહી પહોંચતા કેબિનેટની પ્રથમ બેઠકમાં વિલંબ

0
181

– પાંચ વાગ્યે શરૂ થવાની હતી કેબિનેટની બેઠક

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નહી પહોંચતા કેબિનેટની પ્રથમ બેઠકમાં વિલંબ

Report by Haresh Dobaria

ગાંધીનગર, તા. 28 ડિસેમ્બર 2017, ગુરૂવાર

ગુજરાતમાં સરકારની રચના કર્યા બાદ હવે કેબિનેટની પ્રથમ બેઠક મળવાની હતી જેમાં તમામ મંત્રીને ખાતાઓની ફાળવણી કરવાની હતી. આ બેઠક આજે સાંજે 5 કલાકે મળવાની હતી પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મોડા પડતા કેબિનેટની પ્રથમ બેઠકમાં જ વિલંબ થયો હતો.

આજે મળનારી કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનો બેઠકમાં પહોંચ્યા હતા. તેમજ ચીફ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ આ બેઠક પોતાની નિયત સમય મર્યાદા કરતા મોડી શરૂ થઇ છે. તેમજ ખાતાની ફાળવણી અંગે મંથન ચાલી રહ્યું છે ત્યારે કેબિનેટની પ્રથમ બેઠકમાં વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY