લોકસભામાં ટ્રીપલ તલાક વિરોધી બિલ પસાર: ત્રણ વર્ષની સજાની જોગવાઇ

0
237

– ટ્રીપલ તલાક પરના તમામ સંશોધનો રદ્

લોકસભામાં ટ્રીપલ તલાક વિરોધી બિલ પસાર: ત્રણ વર્ષની સજાની જોગવાઇ

Report by Haresh Dobaria

નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર 2017, ગુરૂવાર

ટ્રીપલ તલાકના મામલે છેલ્લા ઘણાં સમયથી વિવાદો ચાલી રહ્યાં હતા તેનો હવે અંત આવી ગયો છે. આજના દિવસે લોકસભામાં રજૂ થયેલ ટ્રીપલ તલાક બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે. ટ્રીપલ તલાક આપવામાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ બિલ પરના તમામ સંશોધનો રદ્ કરવામાં આવ્યા છે.

ટ્રીપલ તલાક અંગે ઓવૈસીએ સંશોધન કર્યું હતું પરંતુ તેના સંશોધનને માત્ર બે મત મળ્યા હતા. તેમજ આ બિલ અંગના તમામ સંશોધનો રદ્ કરવામાં આવ્યા છે અને તેને લોકસભામાં પસાર કરી ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જે સ્વરૂપે ટ્રીપલ તલાક બિલ રજૂ કર્યું હતું તે જ સ્વરૂપે લોકસભામાં પસાર થયું છે. આ બિલ રજૂ થવાથી મુસ્લિમ મહિલાઓમાં ખૂશી જોવા મળી રહી છે.

LEAVE A REPLY