સમર્થનઃ પૂર્વીન પટેલ નીતિન પટેલ સાથેના અન્યાયને SPG સાંખી નહી લે, અમારૂં ખુલ્લું સમર્થનઃ પૂર્વીન પટેલ

0
130

અમદાવાદઃ હાલના સમયમાં નીતિન પટેલની નારાજગી ભાજપ સરકાર માટે મુંજવણનો મુદ્દો બન્યો છે. ત્યારે નીતિન પટેલને ખાતાની ફાળવણી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં નીતિન પટેલ સાથે થયેલા અન્યાય મામલે SPGએ ખુલ્લુ સમર્થન આપ્યું છે. SPG પાટીદાર સાથે અન્યાય સહન નહીં કરે. SPGના નેતા પૂર્વીન પટેલ સહિત કાર્યકરોએ નીતિન પટેલની મુલાકાત લીધી હતી.

જયાં SPGએ કહ્યું હતું કે, નીતિન પટેલ સાથે થયેલા અન્યાયને SPG સાંખી નહી લે. અમારૂ નીતિન પટેલને ખુલ્લું સમર્થન છે. જો યોગ્ય નિરાકારણ નહી આવે તો, સમાજ સાથે ચર્ચા કર્યા બાદ અગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણીએ આ મામલે મૌન સેવ્યું છે. જ્યારે સુરત ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. બીજી બાજું મહેસાણા બંધની અપીલ કરવામાં આવી રહી છે. સાથો સાથ કોંગ્રેસના નેતાઓ, હાર્દિક પટેલ, પાસ સભ્યો, પાટીદાર આગેવાનો અને ભાજપી નેતાઓ પોતાના નિવેદનો આપી રહ્યા છે.

LEAVE A REPLY