તારી દુકાન પર રાખેલ સી.સી.ટી.વી. કેમેરા ઉતારી નાખજે તેમ કહી આધેડ પર હુમલો

0
210

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ક્રિપાલસિંહ હેમંતસિંહ ઝાલા(ઉ.૪૦)ને લજાઈ ગામથી ૯ કી.મી. દુર પૂનમ નામની દુકાન આવેલ હોય અને ત્યાં સી.સી.ટી.વી. કેમેરા મુકેલ હોય જેથી લજાઈ ગામે જ રહેતા નટુભાઈ મનજીભાઈ મકવાણાને ગમતું ન હોય જથી નટુભાઈએ હાથમાં લાકડાનો ધોકો લઇ ક્રિપાલસિંહની દુકાન પાસે આવીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી તારી દુકાન પર રાખેલ સી.સી.ટી.વી. કેમેરા ઉતારી લેજે તેમ કહી લાકડાના ધોકાના બે ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ક્રિપાલસિંહએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાય છે.ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporting By

Chirag RajGor

Junagadh

LEAVE A REPLY