આટકોટ પાસે પોલીસ પાર્ટી પર હુમલો

0
289

પોલીસનું સ્વબચાવમાં ફાયરિંગ

રાજકોટ જિલ્લામાં ગુનાખોરી અટકાવવાના પોલીસ વડાના અભિયાન દરમિયાન નવાગામમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ધારીયા વડે જીવલેણ હુમલો થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પીએસઆઈએ સ્વબચાવમાં ફાયરીંગ કરતા નામચીન શખસને ઈજા થતાં પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત ઘવાયેલા ચાર શખસોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બનાવના પગલે પોલીસે ૧૦ થી ૧૨ શખસો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મારામારીના ગુનામાં આરોપી આટકોટ પાસેના નવાગામમાં આવ્યો હોવાની બાતમીને આધારે આટકોટ પોલીસ મથકના પીએસઆઈ વાય.બી.રાણા સહિતનો પોલીસ કાફલો દોડી જઈ આરોપીઓને ઝડપી લેતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. બનાવના પગલે ધસી આવેલા ટોળાએ પોલીસ પાર્ટી પર ધારીયા, પાઈપ, ધોકા વડે હુમલો કર્યેા હતો.
દરમિયાન પીએસઆઈ રાણાએ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ટોળુ નાસી જતાં ફાયરીંગમાં ઘવાયેલા નટુ વેરશી ચારોલીયાને પગમાં ગોળી લાગી જતાં ઈજા થતાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે. જયારે લોકોના ટોળામાં ઘવાયેલા પીએસઆઈ રાણા તેમજ પોલીસમેન ગોવિંદભાઈ પોલાભાઈ ધાધલ સહિત ચારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવના પગલે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો આટકોટના નવાગામ ખાતે ધસી ગયો હતો. પોલીસની તપાસમાં નટુ વેરશી ચારોલીયા આટકોટના નવાગામ પાસે સસરાના ઘેર આવ્યો હોય તેના સાળાઓએ અમારી બેનને સંક્રાંત કરવા કેમ ન મોકલી ? તેમ કહી સાળો શ્રવણ વશરામ, પલુ વશરામ, બાલી વશરામ, રાયધન વશરામ સહિતનાઓએ કુહાડીથી હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં પોલીસ પાર્ટી ઘટનાસ્થળે દોડી જઈ આરોપીઓને ઝડપી લેતાં મામલો ઉગ્ર બનતા આરોપીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યાનું બહાર આવતા પોલીસે ૧૦ થી ૧૨ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY