ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત

0
385

જામનગર તા. ૧પ ઃ ખંભાળિયાના ધારાસભ્યએ આજે જામનગરની સરકારી હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત લીધી હતી અને આ સમયે હોસ્પિટલની અનેક બેદરકારી પ્રકાશમાં આવી હતી.

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગરની ગુરૃ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલમાં અનેક સુવિધાઓ અપૂરતી હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.

આ પ્રશ્નને વાચા આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આજે સવારે જામનગરની જી.જી. હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સમયે હોસ્પિટલની અનેક ખામીઓ ઉડીને આંખે વળગી હતી.

ખાસ કરીને કેન્સર વોર્ડમાં એક ડોકટરની બેદરકારી જોવા મળી હતી. આ તમામ બાબતો અંગે વિક્રમભાઈ દ્વારા નોંધ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં આ પ્રશ્નો વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશે.

LEAVE A REPLY