આનંદીબેન માટે આનંદના સમાચાર, જાણો શું નવી જવાબદારી મળી

0
420

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને BJP સરકારે મોટી જવાબદારી આપી છે. તેમને મધ્ય પ્રદેશ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેટલાય સમયથી વાત ચાલી રહી હતી કે આનંદીબેનને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં તો મધ્ય પ્રદેશના ગવર્નર પદે ઓમપ્રકાશ કોહલીને એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે, પરંતુ હવે મધ્ય પ્રદેશને તેમના ગવર્નર મળી ગયા છે.

4 ઓક્ટોબર 2017ના રોજ તેમને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે જ કહેવાતું હતું કે, હવે તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે બહુમાન મેળવનારા અને ભાજપના મજબૂત મહિલા નેતા આનંદીબેન પટેલે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. આનંદીબેને પોતાની જગ્યાએ યુવા નેતાને અમદાવાદની ઘાડલોડિયા વિધાનસભાની ટીકીટ આપવા પણ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

આનંદીબેન પટેલે ભાજપનાં પ્રમુખ અમિત શાહને પત્ર લખી જણાવ્યું હતું કે 31 વર્ષથી ભાજપમાં સતત કામ કર્યું છે. મુખ્યમંત્રી સુધીની સફર રહી છે. પાટણ અને ઘાડલોડિયા વિધાનસભામાંથી જીતાડી કાર્યકરોએ ભરપુર પ્રેમ આપ્યો છે. તેમણે ભાવવિભોર પત્રમાં જણાવ્યું હતું કે ભાજપે પ્રથમ વખત એક મહિલાને મુખ્યમંત્રી બનાવી તક આપી. સવા બે વર્ષથી મુખ્યમંત્રી તરીકે કામ કરતા ઘણું શીખવાનું મળ્યું છે. કાર્યકરોના પ્રેમ અને સહકારને કદાપિ ભૂલી શકું એમ નથી.

તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીનાં સંગઠનકર્તા તરીકે કામ કરવામાં તેમનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. ગુજરાત સરકારમાં મહેસુલ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, મહિલા બાળ વિકાસ જેવાં વિભાગોમાં કામ કરવાની તક મળી અને નવી યોજનાઓને અમલમાં મૂકી.

તેમણે જણાવ્યું અગાઉ મેં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર ન રહેવાની ભાજપની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે હું ભાજપની એ જ નીતિનાં આધારે વર્ષ 2017ની વિધાનસભામાં હું ચૂંટણી લડવા માંગતી નથી. ઘાડલોડિયા વિધાનસભા વિસ્તારનાં જ કોઈ સ્થાનિક સક્રીય કાર્યકર્તાને તક આપવા આનંદીબેને જણાવ્યું છે. તેમણે અંતે લખ્યું કે અનેક વર્ષોથી ભાજપનું કામ કરતા કાર્યકરોને કોર્પોરેશન, પંચાયતોમાં ચૂંટાવાની. ધારાસભ્ય અને સાંસદ થવાની ઈચ્છા હોય તે સ્વભાવિક છે. આનંદીબેનની જાહેરાત ભાજપ માટે એક પ્રકારે અનેક રીતે રાજકીય સમીકરણો ઉપરતળે કરવારા બની રહેશે એમ માનવામાં આવે છે.

LEAVE A REPLY