વડોદરા: કોલેજ વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, 3નાં મોત, 3 ગંભીર

0
212

વડોદરા: કોલેજ વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, 3નાં મોત, 3 ગંભીર

ઘાયલ લોકોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…
દિવસે દિવસે રોડ પર વાહનોની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાથે રોડ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારે થતો જાય છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત વડોદરા નજીક બન્યો છે. જેમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં ભીમપુરા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. ગાડીમાં બેઠેલા યુવાનો ગાડીની અંદર જ દબાઈ ગયા હતા. ગાડીમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મદદ લેવી પડી હતી. અકસ્માતમાં ભોગ બનનાર યુવકો કરમસદ મેડિકલ કોલેજના હોવાનું જાણવા મળેલ છે. આ કોલેજ વિદ્યાર્થીઓ મેડિકલ ટુર માટે વડોદરા જઈ રહ્યા હતા તે સમયે તેમની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

હાલમાં ઘાયલ લોકોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે, તેમની હાલત ગંભીર છે. આ બાજુ અકસ્માતના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ ટ્રાફિક થાળે પાડવા પ્રયત્ન કરી રહી છે. અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY