અમદાવાદ: ‘પદ્માવત’ આ 10 થિએટર્સમાં થશે રિલીઝ

0
212

અમદાવાદ: 'પદ્માવત' આ 10 થિએટર્સમાં થશે રિલીઝ

ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદનાં 10 સિનેમાઘરમાં ‘પદ્માવત’ રિલીઝ થશે, આ માટે દરેક થિએટરની સુરક્ષા વધારવામાં આવી છે
અમદાવાદ: દેશભરમાં વિવાદનો મુદ્દો બની ગયેલી ફિલ્મ ‘પદ્માવત’ને ગુજરાત અને રાજસ્થાનમાં રિલીઝ ન થવા દેવાની કરણી સેના અને રાજપૂતોની જીદ્દની સામાન્ય જનતા પરેશાન છે. રાજ્યનાં ઘણાં એવાં લોકો છે જે આ ફિલ્મ જોવા માટે આતૂર છે. સુપ્રીમ કોર્ટે આપેલી પરવાનગી છતાં પણ હજુ સુધી રાજપૂત અને કરણી સેના ફિલ્મની રિલીઝ પૂર્વે બળવો પોકારી રહી છે. અને રાજ્યમાં ઠેર
ઠેર કાયદો અને વ્યવસ્થા ખોરવાનું કામ કરી રહી છે.

ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદનાં 10 સિનેમાઘરમાં ‘પદ્માવત’ રિલીઝ થશે. તેવી જાહેરાત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ માટે દરેક થિએટરની સુરક્ષા વધારવામાં આવી છે.

10 થિએટર્સની યાદી

આ ફિલ્મ અમદાવાદનાં આલ્ફા વન સિનેપોલીસ, કે સેરા સેરા.. પીવીઆર, ડ્રાઇવ ઇન, દેવાર્ક મોલ સિનેમેક્સ, ગુલમોહર પાર્ક મુક્તા થિએટર, સિટી ગોલ્ડ બોપલ, રાજહંસ, હિમાલયા મોલ બિગ સિનેમા, સિને મેક્સ અને રેડ કાર્પેટમાં ફિલ્મ રિલીઝ થશે.

થિએટર્સને મળશે ખાસ સુરક્ષા
SRPની 10 ટૂકડીઓ બંદોબસ્તમાં રહેશે. મહિલા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હાલથી જ તમામ થિએટર્સની સુરક્ષા વધારવામાં આવી છે. આ માટે પોલીસે 10 પ્લેટૂન અને 10 PSI તૈનાત રહેશે. થિએટર્સની સુરક્ષા અંગે પોલીસે જાહેરનામું બહાર પાડી છે.

પોલીસ કમિશ્નર સતિષ વર્માનું નિવેદન
પોલીસ કમિશ્નર સતિષ વર્માનું નિવેદન, પદ્માવત વિરોધ મામલે 23 અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ પોલીસ કર્મી સામે ગેર વર્તણૂક કરવાની ઘટના પણ બની છે. જો સ્થિતિ નહીં સુધરે તો પોલીસ બળનો ઉપયોગ કરી શકે છે. પોલીસ પાસે તમામ સત્તા છે.

LEAVE A REPLY