પ્રદક્ષિણા, મહંતસ્વામીના લીધા આશિર્વાદ

0
264

ગોંડલઃ સાર્ધ શતાબ્દિ મહોત્સવમાં રાષ્ટ્રપતિએ કરી અક્ષરદેરીની પ્રદક્ષિણા, મહંતસ્વામીના લીધા આશિર્વાદ

ગોંડલઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના ગોંડલ ખાતેના મંદિરમાં દર્શન કર્યા હતા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સ્મૃતિ તીર્થ અક્ષરદેરીના સાર્ધ શતાબ્દિ મહોત્સવમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ગોંડલ પહોંચ્યા હતા. મંદિર પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે અક્ષરદેરીની પ્રદક્ષિણા કરી મહંત સ્વામીના આશિર્વાદ લીધા હતા.

બાદમાં રાષ્ટ્રપતિ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, અક્ષરદેરીની 150મી સ્થાપના દિવસ પર હું BAPSના પૂર્વ પ્રમુખ ગુણાતીતાનંદ સ્વામીના વિચારો તથા તેઓએ સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવા કરેલા પ્રયાસોના વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે હું સ્વામી ગુણાતીતાનંદજીનો પ્રસંશક છું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું જ્યારે બિહારનો રાજ્યપાલ હતો ત્યારે હું ગોંડલ મંદિરના દર્શને આવ્યો હતો. તે સમયે મેં અક્ષરદેરીના પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે મહાત્મા ગાંધી, સરકાર પટેલ તથા મોરારજી દેસાઇને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિતના અનેક નેતાઓ પણ જોડાયા હતા.

LEAVE A REPLY