BSFનો બદલો,૯,૦૦૦ જેટલા મોર્ટાર શેલ ઝીંકી ઇંધણ ડેપો ઉડાવ્યો

0
69

BSFનો બદલો,૯,૦૦૦ જેટલા મોર્ટાર શેલ ઝીંકી ઇંધણ ડેપો ઉડાવ્યો
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લઘન કરી રહ્યું છે. પરંતુ BSF પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનને ભારતે સોમવારે આપેલા જવાબનો એક વીડિયો બોર્ડર સીક્યુરીટી ફોર્સે જાહેર કર્યો છે.

જમ્મૂમાં આવેલી ભારતીય સરહદે BSFએ પાકિસ્તાનની ફાયરિંગ પોઝિસનને નેસ્ત-નાબૂદ કરી દીધી. ભારતે આપેલા જવાબમાં પાકિસ્તાનનો દારૂગોળો પણ બળીને ખાખ થઈ ગયો છે. ભારતીય બંદૂકોથી પાકિસ્તાનના ઈંધણ રાખવાના ડેપોને પણ ભસ્મીભૂત કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા ગુરૂવારથી સીઝ ફાયરના ઉલ્લંઘનથી ભારતના 5 જવાનો શહીદ થયા છે તો 60થી વધારે ઘાયલ થયા છે. ગુરુવારે BSFના એક જવાન અને એક બાળકી પાકિસ્તાનના ફાયરિંગને કારણે શહીદ થયા હતા. ગૃહમંત્રી રાજનાથ સિંહ નિવેદન કરી ચુક્યા છે કે કોઈ પણ સંજોગોમાં અમે ભારત માતાનું શીશ ઝૂકવા નહી દઈએ, તેવા સમયે BSFએ બે વીડિયો જાહેર કરીને ભારતના ઈરાદા પણ સ્પષ્ટ કરી દીધા છે.

Reporting By

Chirag RajGor

Saurashtra Head

LEAVE A REPLY