આનંદીબેન પટેલે MPનાં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

0
65

Inanews | Publish Date: Jan 24 2018 09:32AM

આનંદીબેન પટેલે MPનાં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

ભોપાલ : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનાં નવા રાજ્યપાલ તરીકે ચૂંટવામાં આવ્યાં છે. આનંદીબેન પટેલને આજે રાજભવમાં હાઈકોર્ટનાં મુખ્ય જજ હેમંત ગુપ્તાએ 27માં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરાવ્યાં. આનંદીબેન પટેલનાં શપથ સમારંભમાં મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત મંત્રી પરિષદનાં અન્ય સભ્યો પણ હાજર રહ્યાં હતાં. રાજ્યપાલ બન્યા પહેલા આનંદીબેન પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી, રાજ્યસભાનાં સભ્ય તરીકે રહી ચૂક્યાં છે.

શપથ ગ્રહણ સમારંભમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અજય સિંહ, સહિતનાં વિભિન્ન ધર્મોનાં પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં હતાં. આનંદીબેન પટેલનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૪૧નાં રોજ થયો હતો. આનંદીબેન પટેલ અમદાવાદની મોહિનાબા હાઈ સ્કૂલનાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.

આનંદીબેન પોતાની દીકરી અનાર પટેલ, દીકરો સંજય પટેલ અને પરિવારનાં અન્ય ૧૫ સભ્યો સાથે ગાંધીનગરથી ઉજ્જૈન સુધીની મુસાફરી બસ દ્વારા કરી હતી. આનંદીબેન પટેલ તેમના કાફલા સાથે સાંજે ચાર વાગ્યે ઉજ્જૈન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તેમના પરિવાર સાથે મહાકાલનાં દર્શન કરીને આશિર્વાદ લીધા. ત્યાંથી તેઓ રાજભવનની સરકારી ગાડી દ્વારા ભોપાલ જવા માટે રવાના થયા હતાં.

ઉલ્લેખનીય છે કે રામનરેશ યાદવનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યનાં રાજ્યપાલનો કાર્યભાર ઓમ પ્રકાશ કોહલીએ સંભાળ્યો હતો. આનંદીબેન પટેલે શપથ ગ્રહણ કરતા રાજ્યને પૂર્ણ સમય માટેનાં રાજ્યપાલ મળી ગયા છે. આનંદીબેન પટેલને ગુજરાતમાં નરેન્દ્ર મોદી પછી મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસાનાં કારણે આનંદીબેનની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં.

LEAVE A REPLY