આ દિગ્ગજ પ્લેયરે કોહલીને લઇને આપ્યુ નિવેદન, કહ્યુ

0
142

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઑપનર વિરેન્દ્ર સેહવાગે ફરી એક વખત વિરાટ કોહલીએ નિશાનો સાધતા કહ્યુ છે કે, ”વર્તમાન સમયમાં કોઈ એવો ખેલાડી નથી કે જે વિરાટ કોહલીની સામે માથું ઉચકી શકે અને મેદાન પર તેને તેની ભૂલો ગણાવી શકે.” આ પહેલા સેહવાગે કોહલીની પસંદગી પ્રક્રિયાની પણ ટીકા કરી હતી. સેહવાગે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, ”મને લાગે છે કે, વિરાટ કોહલીને એક એવા ખેલાડીની જરૂર છે જે મેદાન પર તેને તેની ભૂલો બતાવી શકે.”

સેહવાગે આગળ કહ્યુ કે, ”પ્રત્યેક ટીમમાં 4-5 એવા ખેલાડીઓ હોય છે જે કેપ્ટનને સલાહ આપે અને મેદાન પર તમને ભૂલો કરતાં રોકી શકે. હજુ સુધી કોઇ એવો ખેલાડી નથી જે કોહલીના ખોટા નિર્ણય પર તેણે રોકે અને બોલે.”સેહવાગે કહ્યું કે, તેને વિશ્વાસ છે કે, ”હેડ કોચ રવિ શાસ્ત્રી કોહલીને સલાહ આપતો હશે અને જો ટીમમાં કોઈ પ્રકારનો મતભેદ હોય તો સપોર્ટ સ્ટાફ સહિત તમામે બેસીને તેને દૂર કરવો જોઈએ.”

પૂર્વ સ્ટાર ઑપનરે કહ્યુ કે, ”વિરાટ કોહલીએ સ્તર પર છે જ્યાં તેઓ કોઇ પણ પરિસ્થિતિ માં રમી શકે છે અને તે ટીમ ઇન્ડિયા પાસેથી પણ આ જ અપેક્ષા રાખે છે. જોકે ટીમના બાકીના પ્લેયર્સ હજુ સુધી તે સ્તર પર પહોંચ્યા નથી જ્યાં કોહલી પહેલાથી છે, જેની અસર કોહલીની કેપ્ટન્સી પર પડી રહી છે.”

સેહવાગે કહ્યુ કે, વિરાટ કોહલી માત્ર એટલું જ ઇચ્છે છે કે ભારતીય બેટ્સમેન પણ આ રીતે રમે. સેહવાગે આગળ કહ્યુ કે, ”કોહલી માત્ર રન બનાવાવું કહી રહ્યો છે, જે ખોટું નથી. મને યાદ છે જ્યારે સચિન તેંડુલકર કેપ્ટન હતા ત્યારે તે પણ સાથી ખેલાડીઓને રન બનાવવા માટે કહે છે. જો હું રન કરી શકું છું તો તમે પણ કેમ નહી?.”

Reporting By

Chirag RajGor

Saurashtra Head

LEAVE A REPLY