ઘાસચારા કૌભાંડનાં ત્રીજા કેસમાં લાલુને પાંચ વર્ષની જેલ, દસ લાખનો દંડ ફટકાર્યો

0
139

Inanews | Publish Date: Jan 24 2018 06:35PM

ઘાસચારા કૌભાંડનાં ત્રીજા કેસમાં લાલુને પાંચ વર્ષની જેલ, દસ લાખનો દંડ ફટકાર્યો
રાંચી
બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળનાં સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડનાં ચાઈબાસા કોસાગાર કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં દોષી કરાર આપવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં પાંચ વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્વામાં આવ્યો છે. ચારા કૌભાંડનો આ ત્રીજો કેસ છે. આ જ મામલામાં બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ નિશ્રાને પણ દોષી જાહેર કરવામાં આવ્યાં છે. ચાઈબાસા કોસાગાર કૌભાંડ કેસમાં કોર્ટે ૫૬ આરોપીઓમાંથી ૫૦ લોકોને દોષીત જાહેર કર્યા છે.
લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા બાદ આરજેડીનાં વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે કહ્યું કે તે બધા જ ચુકાદાઓની સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડનાં દેવઘર કોસાગર સાથે જોડાયેલા કેસમાં સજા મળવાનાં કારણે રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે. ચાઈબાસા કોસાગાર કૌભાંડ કેસમાં ૧૦જાન્યુઆરીએ બધી જ દલીલો પૂરી થઈ ગઈ હતી અને આ કેસમાં કોર્ટે ૨૪મી જાન્યુઆરીએ ચુકાદો આપવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૯૫૦ કરોડ રૂપિયાનાં ચારા કૌભાંડ સાથે સબંધિત ચાઈબાસા કોસાગારમાંથી ૩૫,૩૬,૦૦૦ રૂપિાય બનાવટી રીતે ઉપાડી લેવાયા હતા. લાલુ યાદવ ચારા કૌભાંડનાં દેવઘર કોસાગાર સબંધિત એક કેસમાં સજા મળવાથી બિરસા મુંડા જેલમાં સજા કાપી રહ્યાં છે. નાણાકિય વર્ષ ૧૯૯૨-૯૩ દરમિયાન આ કૌભાંડ થયું હતું. જેમાં નેતાઓ, પશુપાલન અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓ એકબીજા સાથે મળેલા હતાં. આ લોકોની મિલીભગતથી ૬૭ કોરા અલોકેશન પેપર પર ૩૫,૬૨,૦૦૦ રૂપિયા નિકાળી લીધા હતા જ્યારે ખરેખર અલોકેશન ૭,૧૦,૦૦૦ રૂપિયાનું જ થયું હતું.

LEAVE A REPLY