ગુજરાતમાં સુરતમાં પ્રથમ વખત બિટકોઇનનો મામલો પ્રકાશમાં આવ્યો

0
225

સુરતઃ

વિશ્વમાં વર્ચ્યુઅલ કરન્સી એવા બીટકોઇનના મામલે મોટા ચઢાવ ઉતાર આવતા રહે છે ત્યારે ગુજરાતમાં સુરતમાં પ્રથમ વખત બિટકોઇનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બીટ કોઇન મામલે સુરતમાં આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગે બિટકોઇનથી કાળી કમાણી કરનારા 2 પરિવાર સહિત કુલ 60 લોકોની યાદી તૈયાર કરી છે.

સુરત ખાતેથી હેપ્પી હોમ બિલ્ડર્સનું બિટ કોઇનથી ઊભું કરેલું રૂ.100 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું. IT વિભાગે આ ગ્રુપ સાથે સંકળાયેલા બે દલાલોને પણ સકંજામાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે, હેપ્પી હોમ બિલ્ડર્સ ગ્રુપે IDC સ્કીમ હેઠળ 20 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું.

આવકવેરા વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં રૂ.300 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું. હાલ આવકવેરા વિભાગ દ્વારા બિટકોઇન્સના કોડવર્ડ ઉકેલવા માટે મુંબઇથી નિષ્ણાંતોની મદદ લીધી છે.

Reporting By

Chirag RajGor

Saurashtra Head

LEAVE A REPLY