આણંદ: ‘IRMA’માં દારૂની મહેફિલ માણતા 10 વિદ્યાર્થીઓની ધરપકડ

0
225

Inanews

Updated: January 27, 2018, 5:40AM

આણંદ: 'IRMA'માં દારૂની મહેફિલ માણતા 10 વિદ્યાર્થીઓની ધરપકડઆણંદ: ઇરમા કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. આણંદની ઇરમા કોલેજના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા 10 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. જેથી પોલીસે તમામની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.

ઉલ્લેખનિય છે કે ‘ઈરમા’ કોલેજના કેમ્પસમાં 10 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. જે દરમિયાન SOGની ટીમે રેડ પાડીને દસેય વિદ્યાર્થીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેથી પોલીસે તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.

મહત્વનું છે કે આ પહેલા પણ ઇરમા કોલેજ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે.

LEAVE A REPLY