પોણા ત્રણ વર્ષનાં ગાળામાં અનેક આંદોલનો બાદ એક સાંધે ત્રણ તુટે તેવી ભાજપની સ્થિતિ

0
100

ગુજરાત : ભાજપ સરકાર માટે છેલ્લા પોણા ત્રણ વર્ષનો ગાળો જાણે લોઢાનાં ચણા ચાવવા બરાબર બન્યો છે. જ્યા રાજ્યમાં આંદોલનો પર આંદોલનો થયા ત્યા એક સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી ગઇ હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થવાની સાથે સમયાંતરે આંદોલન જેવા ઉનાકાંડ થયા બાદ દલિતોનું આંદોલન, ઠાકોર સમાજનું દારૂબંદીનાં દુષણ સામેનું આંદોલન અને તેટલુ જ નહી હવે એક ફિલ્મ પદ્માવતને લઇને રાજપુત-ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ માટે સિરદર્દ સાબિત થયુ છે.

ભાજપનાં 22 વર્ષનાં એક તરફા રાજમાં સરકાર માટે છેલ્લા લગભગ ત્રણ વર્ષ માથાનાં દુખાવા બરાબર બન્યા છે. જો કે આ આંદોલનમાં હવે એક નવું નામ બ્રાહ્મણ સમાજનું જોડાયુ છે. 26મી જાન્યુઆરીએ બ્રહ્મસમાજનાં એક સંગઠન દ્વારા ગાંધીનગર સુધી રેલી યોજઇ હતી. આવા એક પછી એક નવા નવા પડકારથી ભાજપ સરકારની હાલત કફોડી બની ગઇ હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. ગુજરાતમાં ભાજપની સતત જીત થઇ છે પરંતુ એક વાત પણ સાચી છે કે તેમની જીતેલી સીટોનાં ગ્રાફમાં ઘટાડો થઇ રહ્યો છે. 2014 પહેલા મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કાયદો-વ્યવસ્થાનું કડક શાસન રાખ્યુ હતુ. પરંતુ તેમના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં કોઇ પણ તેમના કદનો નેતા જોવા મળેલ નથી. છેલ્લા પોણા ત્રણ વર્ષમાં કાયદો-વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ગુજરાતનું ઉપસી આવ્યુ છે.

LEAVE A REPLY