આજે પણ મધ્યપ્રદેશનાં આ મંદિરમાં પૂજા કરવા આવે છે અશ્વત્થામા

0
464

ધર્મ ડેસ્ક: આપણાં હિન્દુ ધર્મમાં એવા અનેક દેવતા, ઋષિ-મુનિ વિશે લખવામાં આવ્યું છે જેઓની કથા દરેક વ્યક્તિનાં મન-મસ્તિષ્કમાં છવાયેલી હોય છે. તેમાંનાં એક છે અશ્વત્થામા.. કહેવાય છે કે તેઓ ચિરંજીવી છે. અને તેમની હાજરી ભલે પ્રત્યક્ષ જોવા મળતી ન હોય પણ તે અનેક સ્થાન, મંદિર અને ઇમારતમાં આજે પણ પૂજા કરવા આવે છે

ભારતનાં મધ્ય પ્રેદશનાં બુરહાનપુર શહેરમાં સ્થિત અસીરગઢ કિલ્લામાં દર અમાસ અને પૂનમનાં દિવસે અશ્વત્થામા આવે છે.

આ કિલ્લામાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેમાં શિવજીની આરાધના કરવા માટે દર મહિનાની પૂનમ અને અમાસનાં દિવસે અશ્વત્થામા આવે છે.

ક્યાં આવ્યો છે અસીરગઢનો કિલ્લો<br />સતપુડા પર્વતના ખોળામાં અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અસીરગઢનો કિલ્લો આવેલો છે. આ ક્ષેત્રમાં તાપ્તી અને નર્મદાનો સંગમ પણ છે. આ જગ્યા પ્રાચીન સમયમાં દક્ષિણ ભારત જવાના દ્વારના રૂપમાં પણ ઓળખવામાં આવતો હતો.

કેવી રીતે પહોંચશો કિલ્લા સુધી<br />આ કિલ્લા અને મંદિર સુધી પહોંચવા માટે સૌથી નજીકનું સ્થાન બરહાનપુર શહેર છે. જ્યાં લગભગ 20 કિલોકમીટર દૂર સુધી અસીરગઢ કિલ્લામાં આ મંદિર સ્થિત છે. અહીં પહોંચી અધ્યાત્મની સાથે રોમાંચ પણ પેદા કરે છે. આ દેશના બધા મુખ્ય શહેરોના આવાગમનના સાધનો સાથે જોડાયેલ છે.

રેલમાર્ગ દ્વારા ખંડવા સ્ટેશન પહોંચી ત્યાં જઈ શકાય છે. આ મંદિર ખૂબ જ જૂનું છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો દુર્ગમ છે. મંદિર સુધી પહોંચવા માટે પગેથી ચાલીને જવું પડે છે.

ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા<br />મંદિર ચારેય તરફ ખીણ અને સુરંગો છે. એવું માનવામાં આવે છે કે આ ખીણમાં બનેલ ગુપ્ત રસ્તાઓથી જ અશ્વત્થામા મંદિરમાં આવે-જાય છે.

તેની સાબિતીના રૂપમાં મંદિરમાં સવારે ગુલાબના ફૂલ અને કંકુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અશ્વત્થામા મંદિરની પાસે જ આવેલ તળાવમાં સ્નાન કરે છે. ત્યાર પછી શિવની આરાધના કરે છે.

આ મંદિરને લઈ લોક જીવનમાં એક ભય પણ ફેલાયો છે કે જો કોઈ અશ્વત્થામાને જોઈ લે છે તેની માનસિક સ્થિતિ બગડી જાય છે.

પરંતુ મંદિરના શિવલિંગ માટે ધાર્મિક આસ્થા છે કે શિવના દર્શનથી દરેક શિવભક્ત લાંબી ઉંમર પ્રાપ્ત કરવાની સાથે જ સ્વસ્થ્ય પણ રહે છે.

LEAVE A REPLY