ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્ન, ઉદયપુરમાં વિન્ટેજ કારમાં નિકળ્યો વરઘોડો

0
198

રાજકોટ : સુપ્રસિધ્ધ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં લગ્ન યોજાયા હતા. શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કિશોરભાઇ કાનજીભાઇ વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થયા છે. ગઇકાલે શિવરાજ અને ચાર્વીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નને લઇને ફતેહગઢ પેલેસના પ્રાંગણમાં લગ્નસ્થળને શણગારવામાં આવ્યો હતો. તેમજ શિવરાજનો વરઘોડો વિન્ટેજ કારમાં નીકળ્યો હતો. પુત્રના લગ્નમાં નરેશ પટેલે પણ પત્ની સાથે ડાન્સ કર્યો હતો. આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ભવ્ય રિસેપ્શન યોજાનાર છે. જેમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે.

પાટીદાર સમાજના પ્રતિષ્ઠિત ખોડલધામ મંદીરના ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાલમાં જ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ખુબ ચર્ચામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તે સમયે કોંગ્રેસ પક્ષ તરફથી તેમને મુખ્યમંત્રીનો ચહેરા તરીકે આગળ ધરાવવાની વાતો સામે આવી હતી. જોકે હવે ચૂંટણી પણ પુરી થઈ ગઈ અને પરિણામોને પણ મહિનો વિત્યો. નરેશ પટેલ એક સાફ છબી ધરાવતા વ્યક્તિ હોવાને કારણે ભાજપે પણ તે અંગેનો લાભ ઉઠાવવાના પ્રયત્નો કર્યા હોવાનું ચર્ચાયું હતું.

નરેશ પટેલના પુત્ર શિવરાજે પણ ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના નેતાઓ માટે પ્રચાર કર્યો હતો. જોકે સર્કીય રાજકારણમાં આવવાના સવાલને શિવરાજે ટાળ્યો હતો. શિવરાજ હાલ લગ્નગ્રંથીએ જોડાય છે ત્યાં તેના લગ્નની તૈયારીઓથી માડી ઝાઝરમાન ઠાઠ જોવાની ઘણા બધાઓને ઈચ્છાઓ રહી છે.

LEAVE A REPLY