પરિણીતાને ડોક્ટરે બેહોશ કરી આચર્યું દુષ્કર્મ, પિતરાઈએ પણ ન છોડી

0
355

Inanews National

Dhaval Patel
Updated: January 30, 2018, 8:25 PM

પરિણીતાને ડોક્ટરે બેહોશ કરી આચર્યું દુષ્કર્મ, પિતરાઈએ પણ ન છોડીપ્રતિકાત્મક તસવીર

બનાસકાઠામાં એક પરિણીતા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

થરાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ થરાદ તાલુકાના ભુરિયા ગામની પરિણિતા બીમાર પડતા બાજુના કમાલી ગામે ડો.રામભાઈને ત્યાં સારવાર અર્થે ગઈ હતી. જ્યાં ડો.રામભાઈએ તેને બેહોશીનું ઈન્જેક્શન આપી તેની સાથે દુષ્કર્મ આચર્યાના આરોપ પરિણીતાએ કર્યો છે. પરિણીતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર દ્વારા તેના બિભત્સ ફોટા પાડી તેને બ્લેકમેલ કરવામાં આવી અને ધાક ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ડોકટરથી બચવા પરિણીતા જ્યારે તેના મામાને ત્યા ગઈ ત્યારે મામાના દિકરાએ પણ તેની આ સ્થિતિનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું. આખરે પરિણીતા સુરત ખાતે તેના પતિને ત્યાં જતી રહી પરંતું ડોક્ટર અને મામાના દિકરાએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહી અને સુરત આવી તેને એક ફ્લેટમાં બોલાવી. જ્યાં તેનો મામાનો દિકરો, ડોક્ટર અને વિરા પટેલ નામક એક વ્યક્તિએ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું.

વારંવાર શોષણનો ભોગ બનતી આ પરિણીતાએ આખરે પોલીસની શરણ લીધી. પરિણિતાએ થરાદ પોલીસ મથકે જઈ તેના મામાના દિકરા, ડોક્ટર અને વિરા પટેલ નામક વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા જ્યારે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોચી ત્યારે આ ત્રણેય આરોપીઓ તેના ઘરે પહોચીને પરિણીતાના માતા તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.

LEAVE A REPLY