બનાસકાંઠાઃ વેપારીનું અપહરણ કરી લૂંટારૂઓ 10 હજાર સહિત સોનાનાં ચેનની કરી લૂંટ

0
207

Inanews National


Updated: February 2, 2018, 10

:16 AM

બનાસકાંઠાઃ વેપારીનું અપહરણ કરી લૂંટારૂઓ 10 હજાર સહિત સોનાનાં ચેનની કરી લૂંટ

બનાસકાંઠા: પાલનપુર હાઈવે પર વેપારીનું અપહરણ કરી લૂંટારૂઓએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. લૂંટારૂઓએ વેપારી પાસેથી રૂપિયા 10 હજાર રોકડા સહિત સોનાનાં ચેનની લૂંટ ચલાવી છે.

બનાવની વિગત અનુસાર વેપારી અજીતભાઈ ચૌધરીનું 10 શખ્સોએ અપહરણ કર્યું હતું. આ લૂંટારાઓએ વેપારીને કોઈ અજાણ્યા ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. અને ત્યા બંધક બનાવ્યો હતો. આ લૂંટારૂઓએ વેપારી પાસેથી રૂપિયા 10 હજાર રોકડા અને સોનાનાં ચેનની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ આ શખ્સોએ વેપારીને છરીના ઘા મારીને મોડી રાત્રે ફેંકી દીધો હતો.

તો આ વેપારીને હાલ તો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને સમગ્ર મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને આ લૂંટારૂઓ કોણ હતા તે દિશામાં પોલીસે કવાયત શરૂ કરી છે.

LEAVE A REPLY