વડોદરા: ડભોઇ આંબેડકર છાત્રાલયના 15થી વધુ વિદ્યાર્થીઓને પોઈઝનિંગની અસર

0
94

Inanews National

વડોદરા: ડભોઇ આંબેડકર છાત્રાલયના 15થી વધુ વિદ્યાર્થીઓને પોઈઝનિંગની અસર
વડોદરાઃ ડભોઇની ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં 60 વિદ્યાર્થીઓને ફૂડ-પોઈઝનિંગની અસર થઈ હોવાની માહિતી મળી છે. ગઈ રાત્રે ભોજન બાદ બાળકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી. જેથી 15થી વધુ વિદ્યાર્થીઓને સારવાર માટે રેફરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વધુ વિગત મુજબ, વડોદરાના ડભોઇની ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં ગઈ કાલે રાત્રિ ભોજન બાદ 60 વિદ્યાર્થીઓનેપેટમાં દુખાવો થવાની શરૂ થયું હતું. ભોજન બાદ એક પછી એક બાળકને ઊલટીઓ થતાં તમામને મેડિકલ સારવાર અપાઈ રહી છે. રેફરલ મેડિકલ ટીમ દ્વારા ડભોઇ આંબેડકર છાત્રાલયની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ-પોઇઝનિંગની અસર કયા કારણથી થઈ છે એની તપાસ ચાલુ છે.

મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ બિમાર પડી રહ્યાની ઘટના સામે આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલા જ 72 બાળકોને ફૂડ-પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારે આજે ફરી વખત ફૂડ-પોઈઝનિંગની ઘટના સામે આવતા તપાસનો વિષય બન્યો છે.

LEAVE A REPLY