‘પદ્માવત’ પર આપી પરેશ રાવલે કાંઈક આવી પ્રતિક્રિયા

0
103

Inanews National

Updated: February 3, 2018, 7:04 PM
'પદ્માવત' પર આપી પરેશ રાવલે કાંઈક આવી પ્રતિક્રિયા
આજે પરેશ રાવલ ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. ગાંધીનગરમાં ભાજપ સાંસદ પરેશ રાવલે સર્કિટ હાઉસમાં મતવિસ્તારના ટેકેદારો સાથે ચર્ચા બેઠક કરી હતી. તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળવા આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ખારીકટ કેનાલ અને સેનિટેશન વિશેની જાગૃતતા લાવવાના ઘણાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂવાત કરવાની છે. તેના જ સંદર્ભમાં જ અમે મુલાકાત કરવાના છે.

લોકસભા 2019ના ઈલેક્શનમાં ટિકિટની અંગે તેમને પુછતા જવાબ આપ્યો કે તે ઈલેક્શનમાં હું ઉભો રહોવાનો છું કે નહીં તે જ નક્કી જ નથી. હું મારા પ્રશ્નોના નિરાકરણ માટે જ આવ્યો છું.

પરેશ રાવલે પદ્માવત ફિલ્મ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈ પણ ફિલ્મ પર પ્રતિબંધ ન મુકવો જોઈએ. જો કે કોઈના લાગણી ન દુભાય તેનો પણ વિચાર થવો જોઈએ. આ મામલે જેને પ્રશ્નો છે તેવા લોકો અને સંજય લીલા ભણસાલીએ સાથે બેસીને તેનું નિરાકરણ લાવવું જોઈએ. ફિલ્મ જોઈને જ તેની પર પ્રતિક્રિયા આપી શકાય છે જોયા વગર જ તે વિશે બોલવું ન જોઈએ.

LEAVE A REPLY