જજ લોયાના કેસની સુનવણી દરમિયાન જસ્ટિસે કહ્યું ‘કોર્ટને મચ્છી બજાર ન બનાવો’

0
98
Inanews


Updated: February 6, 2018, 11:1

1

જજ લોયાના કેસની સુનવણી દરમિયાન જસ્ટિસે કહ્યું 'કોર્ટને મચ્છી બજાર ન બનાવો'
હાલમાં સુપ્રીમ કોર્ટ વિશેષ સીબીઆઈ જજ બીએમ લોયાનાં મૃત્યુ કેસમાં સ્વતંત્ર તપાસની માંગણી સાથે થયેલી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટમાં ગરમાગરમીનાં દ્રશ્યો સર્જાયા હતા. કોર્ટમાં બે વકીલો એકબીજા સાથે રીતસરના લડાવા લાગ્યા હતા.

કોર્ટમાં માહોલ એટલો બગડી ગયો હતો કે, કોર્ટના ન્યાયમૂર્તિએ કડક શબ્દોનો ઉપયોગ કરીને વકીલોને ચેતવણી આપવી પડી હતી. વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે અરજદાર મુંબઈ વકીલ સંગઠન તરફથી અને પલ્લવ સિસોદિયા મહારાષ્ટ્રના એક પત્રકાર દ્વારા થયેલી સમાન પ્રકારની અરજીમાં દલીલો કરી રહ્યા હતા. બંને અરજદારો કેસમાં સ્વતંત્ર તપાસની માગણી જ કરી રહ્યા છે.

શુક્રવારે પોતાની દલીલો પૂરી કરી ચૂકેલા વકીલ દવે સિસાદિયાઓની દલીલોથી ગુસ્સે થયા હતા. તેમણે સિસોદિયા પર આક્ષેપ કર્યા હતા કે, તેઓ કેસમાં પંક્ચર પાડી રહ્યા છે. સિસોદિયાએ પણ ઊભા થઈને કહી દીધું હતું કે, તમારે જે કરવું હોય તે કરી લો, અમને તમારી પરવા નથી. ત્યાર બાદ પણ દવે ઉગ્ર રજૂઆતો કરતા રહ્યા હતા.

આ દરમિયાન કોર્ટમાં શાંતિ સ્થાપવા જસ્ટિસ ચંદ્રચૂડને અંતે કહેવું પડયું હતું કે, ‘તમે કોર્ટમાં ચીસો ના પાડી શકો. ન્યાયાધીશ કઈ કહેતા હોય ત્યારે સાંભળવું પણ પડે. મોટેથી બોલીને મને બોલતો ન અટકાવી શકો.’ આ તબક્કે દવેએ ન્યાયમૂર્તિને કહી દીધું હતું કે, ‘હું તમને નહીં સાંભળું.’ ન્યાયમૂર્તિએ પણ વળતાં કહી દીધું હતું કે, ‘તો પછી અમે પણ તમને નહીં સાંભળીએ.’

એક સમય એવો આવી ગયો કે, જસ્ટિસને એવું કહેવાની ફરજ પડી કે કોર્ટમાં સંવાદ કરવા અવાજ ધીમો રાખો. કોર્ટમાં મચ્છીબજારમાં વાત કરતા હોય તેમ ન બોલો. મુખ્ય ન્યાયામૂર્તિ દીપક મિશ્રા આ કેસમાં હવે ૯ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરશે

LEAVE A REPLY