અમદાવાદઃ પ્રેમ સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની કરી હત્યા

0
361

Sejal Pate |

Updated: February 7, 2018, 9:15 AM
અમદાવાદઃ પ્રેમ સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની કરી હત્યા

મૃતક નિલેશ તેની પત્ની પૂજા સાથે
શહેરમાં હત્યાનો સિલસિલો થયાવત રહ્યો છે. મંગળવારે અમદાવાદના આનંદનગરમાં 35 વર્ષિય યુવકના માથામાં બોથર્ડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ હત્યા ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને કર્યાનો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

શહેરના આનંદનગરમાં આવેલા રાજ એપાર્ટમેન્ટમા 35 વર્ષિય નિલેશપુરી ગોસ્વામીની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઇ હતી. વહેલી સવારે નિલેશને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ પૂછપરછ કરતા મૃતક નિલેશ ગોસ્વામીની પત્નીએ કહ્યું હતું કે, પતિ બાથરૂમ નહાવા ગયા હતા તે સમયે પડી જવાથી અલગ અલગ જગ્યા ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસની પૂછપરછમાં પત્ની ભાંગી પડી

પોલીસને પત્નીની વાત ગળે ન ઉતરતા શંકા જતા તેની અટકાયત કરીને વધારે પૂછપરછ કરી હતી. પોલીસ નિલેશની લાશ જોતા તેની બોથર્ડ પર્દાથના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. મૃતકના મોટાભાઇએ પોલીસ ફરિયાદ લખાવ્યું છે કે નિલેશે મને જણાવ્યું હતું કે, તેની પત્ની પૂજાને બાજુના બ્લોકમાં રહેતા વેદાંગ નામના યુવક સાથે પ્રેમસંબંઘ છે. આ વાતને લઇને અવારનવાર ઝઘડા થતા હતા.

પ્રાથમિક તપાસમાં પત્ની અને પ્રેમીએ મળીને હત્યા કરી હોવાની આશંકાને લઈને આનંદનગર પોલીસે પત્ની પૂજા અને પાડોશી પ્રેમી વેદાંગની ધરપકડ કરી છે.

મૃતક નિલેશપુરી ગોસ્વામી આર્કિટેક્ચર હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પૂજા અને નિલેશને એક 6 વર્ષનું બાળક છે. બંને આનંદનગરમાં આવેલા રાજ એર્પામેન્ટના 402 નંબરના ફ્લેટમાં છેલ્લા 5 વર્ષથી સાથે રહેતા હતા.

403 નંબર ફ્લેટમાં રહેતા પાડોશી વેદાંગ પંચાલ સાથે પત્ની પૂજાને પ્રેમસંબંઘ હતો. થોડા સમયથી બંનેના પ્રેમસંબંઘની પતિને જાણ થતા બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. તેવામાં પતિની વહેલી સવારે ઘરમાંથી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

LEAVE A REPLY