જેતપુર પાસે કારમાં દારૂ

0
252

Thursday, 15th February 2018

જેતપુર પાસે કારમાં ૨૦૦ લીટર દારૂ સાથે કમલેશ, કરૂણ અને હિતેશ પકડાયા જેતપુર

તા. ૧૫ : જેતપુર રોડ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇન્ડીકા કારમાં ૨૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને નાબુદ કરવા માટે આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કનિદૈ લાકિઅ એચ.એ.જાડેજા તથા જે.વી.વાઢીયા, બી.એચ.માલીવાડ, દિનેશભાઇ તથા રાજુભાઇ વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી રાહે મળેલ ચોક્કસ હકીકત આધારે જુનાગઢથી જેતપુર રોડ પરથી કરણ અમનભાઇ દે.પુ. કમલેશ પ્રતાપભાઇ ચંદારાણા અને હિતેશ શંભુ દેવીપૂજક (રહે. જુનાગઢ)ને ઇન્ડીકા કાર નં. જીજે૧૧-ઇ-૯૦૫૯ કિં.રૂ. ૫૦,૦૦૦માં દેશી દારૂના બુંગીયા નં. ૪૦ દરેકમાં દારૂ લી. પાંચ મળી કુલ દેશી દારૂ લી. ૨૦૦ કિં. રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ. ૪૫૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ : રમેશ ડેર બ્યુરો રાજકોટ

LEAVE A REPLY