PNBના નાના કર્મચારીએ આ રીતે 11330 કરોડના કૌભાંડને આપ્યો અંજામ!

    0
    97
    Inanews National

    Updated : 16 February

    2018

    PNBના નાના કર્મચારીએ આ રીતે 11330 કરોડના કૌભાંડને આપ્યો અંજામ!
    પંજાબ નેશનલ બેંક (PNB)માં આશરે 1.77 અબજ ડોલર એટલે કે 11,330 કરોડ રૂપિયાના ગોટાળામાં આરોપી રહેલા નીરવ મોદી સામે ફરિયાદ દાખલ થાય તે પહેલા દેશ છોડી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીરવ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં છે. તો બીજી તરફ ગુરુવારે નીરવ મોદીના ઘર સહિત 12 ઠેકાણા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા કર્યા છે. આ કૌભાંડને બેંકિંગનો સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે જે ગત સાત વર્ષથી ચાલતુ હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આટલું મોટું કૌભાંડ પીએનબીના એક નાના કર્મચારીના કારણે બહાર આવ્યું છે.

    પીએનબીએ પીએસયૂ અને પ્રાઈવેટ બેંકોની સાથે જ પોતાના ફોરેન લેન્ડર્સને પણ પત્ર દ્વારા જણાવાયું છે કે, ‘ સ્વિફ્ટ ટ્રેલ દ્વારા જાણવા મળ્યું કે બેંકના એક જૂનિયર લેવલના કર્મચારીએ નીરવ મોદીની કેટલીક કંપનીઓ તરફથી લેટર ઓફ અંડરટેકિંગ જારી કરવામાં આવી હતી.’

    નોંધનીય છે કે વર્લ્ડવાઈડ ઈન્ટર બેંક ફાઈનેન્શિયલ ટેલીકોમ્યુનીકેશન (સ્વિફ્ટ) એક ગ્લોબલ ફાઈનેન્શિયલ મેસેજીંગ સર્વિસ છે. જેના દ્વારા લાખો ડોલરની રકમ આંતરરાષ્ટ્રીય સ્તર પર મોકલવામાં આવે છે. આ ટ્રાન્જેક્શન કોર બેંકિંગ સિસ્ટમ (સીબીએસ)ના દાયરામાં નથી આવતી અને સીબીએસને લૂપમાં રાખવામાં આવે છે. સીબીએસમાં ડેઈલી બેંકિંગ ટ્રાન્જેક્શન આવે છે.

    આ આખા કૌભાંડનું મૂળ ‘લેટર ઓફ અંડરટેકિંગ’ છે. આ એક એવી ગેરંટી છે જેના આધારે બીજા બેંક એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપે છે. હવે ખાતેદાર ડિફોલ્ટર થઈ જાય છે. પીએનબીના મામલામાં શંકાશીલ ટ્રાન્જેક્શન બેંક અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને કરેલી કરતૂત છે. સામાન્ય રીતે બેંકો વચ્ચે આ રીતે લેવડદેવડ માટે પારસ્પરિક સહમતિ હોય છે. જો એક બેંક લેટર ઓફ અંડરટેકિંગ જારી કરે છે તો બીજા બેંક તેમનું સન્માન કરે છે અને તેને ક્રેડિટ આપે છે. ભારત બહારની નીરવ મોદીની કંપનીઓએ તથા પીએનબી કર્મીઓ દ્વારા ફર્જી અંડરટેકિંગ પણ આપવામાં આવ્યા જે કૌભાંડનું મૂળ કારણ છે.

    સૂત્રો પ્રમાણે પીએનબીના અધિકારી જ્વેલર્સને આ ફેસિલિટી અને વધારેની રકમની અવેજમાં 10 ટકા વધારે પણ લે છે. જ્વેલર્સ હવે આવું કરવામાં સક્ષમ નથી. એટલે આ આખું કૌભાંડ સામે આવ્યું. આ સ્કેમની શરૂવાત ડાયમંડ કંપનીઓ ગીતાંજલિ જેમ્સ, ગિલી ઈન્ડિયા, નક્ષત્ર અને નીરવ મોદી ગ્રુપની કંપનીઓના રફ ડાયમંડના આયાત માટે લેટર ઓફ ક્રેડિટ કે લેટર ઓફ અંડરટેકિંગ આપવાના મામલામાં પીએનબી સાથે સંપર્ક કરવામાં આવ્યો.

    આમા પંજાબ નેશનલ બેંકના બે કર્મચારીએ ખરાબ વ્યવસ્થાને કારણે આનો ફાયદો ઉઠાવીને મોટું નુકશાન પહોંચાડ્યું છે. ફંડ મેળવવા અને રકમને પીએનબીથી બહાર મોકલવા માટે આ કર્મચારીઓએ સ્વિફ્ટનો ઉપયોગ કર્યો અને રોજ બેંકિંગ ટ્રાન્જેક્શનનો પ્રોસેસ કરનાર બેંકિંગ સિસ્ટમને (સીબીએસ) છેતરી નાંખ્યા. સ્વિફ્ટ ગ્લોબલ ફાઈનેન્શિયલ મેસેજીંગ સર્વિસ છે જેનો ઉપયોગ પ્રત્યેક કલાક લાખો ડોલર મોકલવામાં આવે છે

    .

    LEAVE A REPLY