આત્મવિલોપન કેસ: સરકારે સ્વીકારી બધી જ માંગણીઓ, પરિવારે કહ્યું લેખિતમાં આપો

0
80

Inanews National

નીચે આપેલી ભાનુભાઈના પરિવારની બધી જ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.

– જે હેતુ માટે ભાનુભાઈએ આંદોલન કર્યું તેનું તાત્કાલિત નિવારણ લાવવામાં આવે.
– 24 કલાકમાં જે જમીનનો મુદ્દો છે તેનો લઈને સરકરા દ્વારા આદેશ કરવામાં આવે
– ભાનુભાઈની મોતને શહાદત ગણવામા આવે
– ભાનુભાઈના પુત્રોને સરકારી નોકરી આપવામાં આવે
– આત્મવિલોપનની ઘટના સ્થળે અને ઊંઝા ખાતે તેમનું સ્મારક બનાવવામાં આવે
– જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય
– માંગણી નહીં સ્વીકારાય તો લાશ નહીં સ્વીકારાય
– SIT અથવા નિવૃત જજ દ્વારા ઘટનાની તપાસ કરાવવામાં આવશે (બંનેમાંથી પરિવાર કહેશે તેમની પાસે તપાસ કરાવવામાં આવશે)
– કાયદાકિય અને બંધારણ રીતે હક્ક અને ન્યાય મળે
– માંગણીઓને લેખિતમાં આપવામાં આવે
– મૌખિક રીતે માંગણીઓ સ્વીકારમાં આવશે નહી અમને સરકાર પર વિશ્વાસ નથી
– પરિવારમાં નોકરી કરતી પુત્ર વધુ અને દિકરાને તેમની મનપસંદ જગ્યાએ બદલી કરાવી આપવી
– યોજનાને ભાનુભાઈના નામ સાથે જોડવામાં આવે
– જમીન તેમના પરિવારના નામે ચડાવવામાં આવશે તેમનું નામ 7/12ના ઉતારાવામાં ચડાવવામાં આવશે

જોકે, ભાનુભાઈના પરિવારે સરકારે કરેલી જાહેરાતોને લેખિતમાં આપવાની માંગ કરી છે, જેને લઈને હાલમાં મામલો અટકી પડ્યો છે. તે ઉપરાંત દલિત કાર્યકર્તાઓએ ગુજરાતભરમાં રહેલ જમીનના તમામ કેસોનો તાત્કાલિત નિવેડો લાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવે તે માંગણી કરી છે, આ માંગણીને લઈને સરકારે કોઈ સ્પષ્તા નકરી હોવાનું કહીને દલિત સેનાએ ગાંધીનગરમાં ચક્કાજામ કરવાનું ચાલું રાખ્યું છે.

LEAVE A REPLY