દીકરાએ કરેલા પ્રેમ લગ્નની દર્દનાક સજા મળી તેની માતાને:

0
205

Inanews National


Updated: February 18, 2018
દીકરાએ કરેલા પ્રેમ લગ્નની દર્દનાક સજા મળી તેની માતાને: VIDEO

આ આખી ઘટનાથી હાલમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
નર્મદા: રાજપીપળા નજીક આવેલાં બિતાડા ગામમાં પ્રેમલગ્ન કરનારા પુત્રની 48 વર્ષ માતાને દર્દનાક સજા મળી છે. વેવાઇ પક્ષે નિર્દયતાથી માર મારીને મહિલાને 6 કલાક સુધી ઢોર સાથે બાંધી દીધી હતી.

પૂત્રીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતાં. અને તેથી જ આ લગ્નનો વિરોધ કરતાં સાસરા પક્ષે છોકરા અને છોકરીની તપાસ હાથ ધરી હતી. બંને હાથ ન લાગતા તેમણે યુવકની માતાને પકડી લીધી હતી અને તેને ઢોર માર માર્યો હતો. જે બાદ તેને ઢોર બાંધવાનાં ખુટે બાંધી દીધી હતી.

હાલમાં યુવક અને યુવતી ક્યાં ભાગી ગયા છે તે અંગે કંઇ જ માહિતી મળી નથી. જોકે આ કિસ્સામાં પોલીસે યુવક યુવતીનાં ભાગવાની ફરિયાદ નોંધી છે સાથે જ યુવકનાં સાસરિયા વિરુદ્ધ મહિલાને આ રીતે બાંધી રાખવા બાબતે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ આખી ઘટનાથી હાલમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

LEAVE A REPLY