અફવા પર ધ્યાન ન આપો, 10 ડિજિટનો રહેશે મોબાઇલ નંબર

0
131
Inanews National

Updated: February 21, 2018, 6:40PM
EXCLUSIVE:અફવા પર ધ્યાન ન આપો, 10 ડિજિટનો રહેશે મોબાઇલ નંબર

BSNLનાં સીનિયર ઓફિસર્સે જણાવ્યું કે, આ સંબંધમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે 8 જાન્યુઆરી 2018નાં દિશા નિર્દેશ જારી કર્યો છે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર બુધવારે સવારે જ મોબાઇલ નંબરની ડિજિટ વધારવાનાં સમાચાર વાઇરલ થઇ રહ્યાં ચે. આ ખબરમાં BSNLનાં એક પત્રનાં હવાલાથી થઇ રહ્યાં છે. તમામ ગ્રાહકોનાં મોબાઇલ નંબર હવે 10ની જગ્યાએ 13 આંકડાનાં થઇ જવાની વાત છે. ફેસબૂક, ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર ફેલાયેલી આ અફવામાં વાત છે કે 1 જૂલાઇથી નવાં મળનારા તમામ સિમકાર્ડમાટે 13 આંકડાનાં નંબરની ફાળવણી કરવામાં આવશે. જ્યારે 1 ઓક્ટોબર 2018થી તમામ ગ્રાહકોનાં 10 આંકડાનો મોબાઇલ નંબર 13 આંકડામાં પરિવર્તિત થઇ જશે. આ કામ 31 ડિસેમ્બર 2018 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

પણ આ વિશે જ્યારે અમારા રિપોર્ટર દ્વારા તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે આ આખી વાત ખોટી છે અફવા માત્ર છે. BSNLનાં GM મહેન્દ્ર સિંહે આ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકોનાં મોબાઇલ નંબર પર તેની કોઇ જ અસર નહીં પડે. આ અફવા માત્ર છે કે યૂઝર્સનાં મોબાઇલ નંબર 13 ડિજિટનાં થઇ જશે. ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇએ આ મામલે કોઇ જ દિશા-નિર્દેશ આપ્યા નથી. તેમણે આ નિર્દેશમાં M2M નંબર માટે જાહેર કર્યો છે ન કે યૂઝર્સનાં મોબાઇલ નંબર માટે.

મહેન્દ્ર સિંહ કહ્યું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ (DoT)એ દેશમાં તમામ ટેલીકોમ ઓપરેટર્સને એક દિશા-નિર્દેશ જારી કર્યો છે. DoTએ ટેલીકોમ ઓપરેટર્સને તમામ M2M કસ્ટમર્સ (મશીન-ટૂ-મશીન કસ્ટમર્સ)ને 13 આંકડાનાં મોબાઇલ નંબર આપવાં કહ્યું છે. હાલમાં M2M કસ્ટમર્સને નંબર 1 ઓક્ટોબર 2018થી 13 ડિજિટમાં પોર્ટથશે. એટલે કે 13 ડિજિટ થઇ જશે. તેને પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 હશે. BSNLનાં સીનિયર ઓફિસર્સે જણાવ્યું કે, આ સંબંધમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે 8 જાન્યુઆરી 2018નાં દિશા નિર્દેશ જારી કર્યો છે.

BSNL તરફથી મળતી માહિતી પ્રમાણે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 1 જૂલાઇ 2018થી 13 ડિજિટનો M2M નંબરિંગ(મશીન ટૂ મશીન નંબરિંગ) પ્લાન લાગૂ થશે. જે તારીખ બાદ તમામ નવાં M2M મોબાઇલ કનેક્શન્સને 13 ડિજિટનાં કરી દેશે. તો હાલનાં 10 ડિજિટનાં M2M નંબર્સનું માઇગ્રેશન 1 ઓક્ટોબર 2018થી શરૂ થશે. જે 31 ડિસેમ્બર 018 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. એટલે કે દિશા નિર્દેશમાં M2M નંબર માટે જાહેર કરવામાં આવ્યો છે ન કે યૂઝર્સનાં મોબાઇલ નંબર માટે.

LEAVE A REPLY