અમદાવાદઃ રાજદ્રોહકેસ મામલે હાર્દિકે કેસમાંથી મુક્ત કરવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી

0
343

Inanews National


Updated: February 21, 2018
અમદાવાદઃ રાજદ્રોહકેસ મામલે હાર્દિકે કેસમાંથી મુક્ત કરવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી

અમદાવાદઃ રાજદ્રોહકેસ મામલે હાર્દિકે કેસમાંથી મુક્ત કરવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન મામલે અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહકેસ મામલે હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત કરવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. કેસમાંથી મુક્ત થવા માટે રાજદ્રોહના મુખ્ય આરોપી હાર્દિક પટેલ દ્વારા સેસન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. વધુ સુનાવણી 21 માર્ચના રોજ હાથ ધરાશે. રાજદ્રોહ કેસમાં ચાર્જ ફ્રેમ થાય તેવી શક્યતા

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલે ડિસ્ચાર્જની અરજી કરી હતી. કોર્ટે હુકમ કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ સામે કેસમાં પુષ્કળ પુરાવા તથા કેસમાં કેતન પટેલ, જે 164 મુજબ તાજના સાક્ષી તરીકે કોર્ટમાં નિવેદન આપેલું છે. તમામ પુરાવાના આધારે સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી. રાજદ્રોહકેસમાં ચાર્જ ફ્રેમ થાય એવી શક્યતા, વધુ સુનાવણી 21 માર્ચના રોજ હાથ ધરાશે

LEAVE A REPLY