અરવલ્લી: મોડાસાના મોટી ઈસરોલ પાસે તેલ લઈ જતી ટ્રક પલટી, લાખો રૂપિયાનું નુકસાન

0
226
Inanews National

Updated: February 21, 2018
અરવલ્લી: મોડાસાના મોટી ઈસરોલ પાસે તેલ લઈ જતી ટ્રક પલટી, લાખો રૂપિયાનું નુકસાન

અરવલ્લી: મોડાસાના મોટી ઈસરોલ પાસે તેલ લઈ જતી ટ્રક પલટી, લાખો રૂપિયાનું નુકસાન.
અરવલ્લી: રાજસ્થાનના કોટાથી સુરત જઈ રહેલી તેલનાં પાઉચ-બોક્સ ભરેલી ટ્રકનો અકસ્માત થયો છે. ટ્રકચાલાકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોડાસાના મોટી ઈસરોલ પાસે ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટતાં બે વ્યક્તિને ઇજા થઈ છે અને તેલનાં પાઉચ-બોક્સ રસ્તા પર પડતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

મળતી વધુ વિગત મુજબ, તેલનાં પાઉચ-બોક્સ ભરી રાજસ્થાનના કોટાથી સુરત જઈ રહેલી ટ્રક મોડાસાના મોટી ઈસરોલ પાસે પલટતાં બે વ્યક્તિને ઇજા થઈ છે તેમ જ તેલનાં પાઉચ-બોક્સ રસ્તા પર પડતાં લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. ટ્રકચાલાકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઘટના બની છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનું ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

LEAVE A REPLY