પંચમહાલઃ કાલોલના ચલાલીમાં 3 મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ

0
128

Inanews National

Updated: February 21, 2018
પંચમહાલઃ કાલોલના ચલાલીમાં 3 મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ

પંચમહાલઃ કાલોલના ચલાલીમાં 3 મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ.
પંચમહાલ: કાલોલના ચલાલીમાં મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ત્રણ મકાનોમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું કારણ હજી જણાયું નથી. આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નોંધાયા નથી.

મળતી વધુ વિગત મુજબ, પંચમહાલના કાલોલના ચલાલીમાં ત્રણ મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગની જ્વાળા ચારેબાજુ ફેલાઈ જતાં ઘરમાં પડેલી બધી જ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ગામલોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજી જણાયું નથી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાનું કારણની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY