ભારતના વિકાસથી ‘નારાજ’ લોકો સમાજમાં ફેલાવી રહ્યા છે નફરતઃ ભાગવત

0
133

Inanews National

Updated: February 21, 201

8

ભારતના વિકાસથી 'નારાજ' લોકો સમાજમાં ફેલાવી રહ્યા છે નફરતઃ ભાગવત

મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે લોકોએ ભારતમાં વિદ્રોહ ફેલાવતી તાકાતોથી સતર્ક રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, ભારતની દ્રઢ પ્રતિષ્ઠા અને વિકાસથી જે લોકો નારજ છે તેઓ જ ખોટો ઇતિહાસ બતાવીને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના લોકસભાના મતવિસ્તાર વારાણસીમાં સમન્વય બેઠકના અંતિમ દિવસે હાજર રહેલા ભાગવતે કહ્યું કે, ‘આપણે હંમેશા એક થઈને રહ્યા છીએ. 1857 પહેલા દેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે એકતા હતી. પરંતુ અંગ્રેજોએ 1905માં મુસ્લિમ લીગની સ્થાપના કરી અને સમાજમાં કટ્ટરતાનો ફેલાવો કર્યો હતો. આ લોકો હજુ પણ એ જ કામ કરી રહ્યા છે.’ આ દરમિયાન તેમણે સંઘના કાર્યકરોને ભાઈચારો વધારવાની અપીલ કરતા કહ્યું કે, સમાજે આ ‘ભારત વિરોધી’ ષડયંત્રથી બચવું જોઈએ.

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, કોઈ પણ પંથ, સમાજ કે વ્યક્તિ જે સમાજ સેવાના કાર્યમાં વ્યસ્ત છે તેનો પ્રચાર અને મદદ કરવી જોઈએ. સંઘ આ સેવાભાવી લોકોના હંમેશા સંપર્કમાં રહ્યું છે, અને બંને એક-બીજાના પૂરક બન્યા છે. સમાજમાં ઘણાબધા લોકો પ્રમાણિકતાથી સેવા કાર્ય કરે છે. આવા લોકોની મહેનતથી જ શ્રેષ્ઠ સમાજ બનશે.

ભાગવતે કહ્યું કે, ભારતમાં ખરાબ કામની સરખામણીમાં 20 ગણા વધારે સારા કામ થાય છે. જોકે, સારા કામના બદલે ખરાબ કામનો વધારે પ્રચાર થાય છે. સમાજની સેવા કરનાર લોકો પોતાની પ્રસિદ્ધિ નથી ઈચ્છતા હોતા, તેમજ તેમની કોઈ રાજકીય મહત્વકાંક્ષા પણ નથી હોતી. આવા લોકોની મહેનતથી જ સમાજમાં સારા કામ થાય છે.

સાથે જ તેમણે કહ્યું હતું કે, સ્વયંસેવકોના સમર્પણથી જ સંઘ ચાલશે. આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનના લોકોમાં બહારનો અંધકાર ન પ્રવેશવો જોઈએ. તમામ લોકો સંઘમાં રહેલી પોતાની શ્રદ્ધાને જાળવી રાખીને પોતાના કામ કરતા રહેશે.

તેમણે હેડગેવારનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમની પાસે કંઈ જ હતું. તેમનું જીવણ ખૂબ જ ગરીબી અને મુશ્કેલીમાં પસાર થયું, પરંતુ તેમને વિશ્વાસ હતો કે એક દિવસ સંઘ અજેય સંગઠિત કાર્ય શક્તિની સ્થાપના કરશે. તેમનું આ સપનું સાકાર થઈ ગયું છે. તેમણે કહ્યું કે આપણે લોકો સંઘમાં આવ્યા છીએ તે સારું કામ છે, પરંતુ તેનાથી સારી વાત એ હશે કે સંઘ પણ આપણમાં આવે.

LEAVE A REPLY