રાજકોટ: 80 ફૂટ રોડ, કૂવાડવા રોડ, પેડક રોડ પર મનપાનું મેગા ડિમોલિશન

0
372
Inanews National

Updated: February 21, 2018
રાજકોટ: 80 ફૂટ રોડ, કૂવાડવા રોડ, પેડક રોડ પર મનપાનું મેગા ડિમોલિશન

રાજકોટ: ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મનપા દ્વારા મેગા ડિમોલિશન.
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા સામાકાઠા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ખડકી દેવાયેલાં ગેરકાયદે મકાનો તોડી પડવાની કાર્યવાહી મનપાએ હાથ ધરી હતી. બે દિવસ અગાઉ વરરાજા દ્વારા મનપા અને પોલીસ કમિશનરને એમએલએ અરવિંદ રૈયાણી વિરુદ્ધ રજૂઆત કરી હતી તો બીજી તરફ સામાકાઠે ગેરકાયદે મકાનો ખડકાયાં હોવાની ફરિયાદ મળતાં અંતે મનપા હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વધુ વિગત મુજબ, રાજકોટના સામાકાઠા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં મનપાએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વિસ્તારમાં મનપાએ ગેરકાયદે ખડકી દેવાયેલાં મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખની છે કે અરવિદ રૈયાણી એમએલએ બન્યા બાદ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે ત્યારે મનપાએ પણ હવે ફરિયાદોને આધારે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના 80 ફૂટ રોડ, કૂવાડવા રોડ, પેડક રોડ પર અલગ અલગ છ જેટલાં સૂચિત મકાનો અને કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી છે.

જે રીતે શહેરમાં સામાકાઠે સૌથી વધુ ગેરકાયદે મકાનો અને કોમર્શિયલ બાંધકામો બની રહ્યાં છે એને જોતાં હવે મનપાએ પણ લાલ આંખ કરી છે. સામાકાઠાના વિસ્તારમાં 15 દિવસ અગાઉ પણ અલગ અલગ દુકાનોને પણ તોડી પાડવામાં આવી હતી તો બીજી તરફ બે દિવસ અગાઉ જે રીતે એક વરરાજા અને જાનૈયા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને એમએલએ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જે બાદ હવે મનપાએ પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે જોકે મનપા આ કાર્યવાહીને રુટિન કાર્યવાહી ગણાવી રહી છે. મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે મોટી સંખ્યામાં પોલીસ-કાફલો અને વિજિલન્સની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી.

Reporting By

Ramesh Der Rajkot

LEAVE A REPLY