ઉના કુમારશાળામાં શિક્ષિકાનો વિદ્યાર્થીઓ પર જુલમ

0
136

રિપોર્ટ : ધર્મેશ જેઠવા ઉના (ઊના કુમાર શાળા )

DATE : 23 ફેબ્રુઆરી 2018

ઉના કુમારશાળાની જાલિમ શિક્ષિકા ના ત્રાસ થી શાળા છોડવા મજબુર બાળકો …બેફામ માર અને ગાળો બોલતી મહિલા શિક્ષિકા થી ભયભીત બાળકો ના ભવિષ્ય પર ઉઠ્યા સવાલો ….

ઉના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલ સરકારી કુમાર શાળા ના મહિલા શિક્ષિકા બાળકો ને ક ખ ગ ના પાઠ ભણવાને બદલે બેફામ વાણી વિલાશ અને માર મારતા હોવા ના કારણે બાળકો સ્કૂલે આવાનું બંધ કરી દીધું છે આ બાબતે જાગ્રત વાલી દ્વારા મીડિયા ને જાણ કરતા સમગ્ર ડરામણું સત્ય બહાર આવ્યું છે શાળા ના બાળકો ના જણાવ્યા મુજબ આ મહિલા શિક્ષક વાત વાત માં ગાળો આપે છે સાથે વાંક હોય કે ના હોય માર મારવા માંડે છે આજ ના યુગ માં શિક્ષણ એ બાળક ના ભવિષ્ય નો પાયો છે અને કુમળી વય ના બાળક ને ભણવાના પાઠ ને બદલે ગંદા શબ્દો શીખવાડવાના આવે તો તે બાળક મોટું થઇ ને શું શીખશે આ બાબતે સ્કૂલ ના આચાર્ય ના જણાવ્યા મુજબ આ મહિલા શિક્ષક ને વારંવાર સમજવામાં આવેલ અને વર્તન માં ફેરફાર કરવામાં આવે તેવું કહેવા છતાં તે કોઈ સુધારો નથી કરતા અને તેના ગેરવરતુરં માટે નોટિસ પણ પાઠવેલ છે ત્યારે સરકારી સ્કૂલો માં ચાલતા આવા શિક્ષણ થી સમાજ ને સારા બાળકો મળશે તેવી અપેક્ષા રાખવી તે પણ શક્ય નથી …જયારે સાથી શિક્ષકો પણ આ બાબતે સમંત હતા કે આ મહિલા શિક્ષસ નું વર્તૂર્ણ યોગ્ય નથી ત્યારે વાલી ઓ દ્વારા આ શિક્ષિકા પર યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરી છે ….

1) આચાર્ય નયનભાઈ(2)વાલી હીતેષભાઈ (3)શિક્ષીકા સોનલબેન (4)શૈલેષ વિધ્યાર્થી(5)માનવ વિદ્યાર્થી(6)રૈહાન વિધ્યાર્થી (7)જયેશ વિધ્યાર્થી.

LEAVE A REPLY