Gujarat વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા કોંગ્રેસ MLA હર્ષદ રીબડીયાને ગૃહમાંથી બહાર કઢાયા

0
253

Update : 23 February 2018

Gujarat વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે મંગળવારે બજેટ રજુ કરતા હતા તે સમયે ખેડૂતોના મુદ્દે બોલવાનું શરૂ કરતાની સાથે જ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત અગ્રણી હર્ષદ રિબડીયાએ ગૃહમા માટી વાળી મગફળી ઉછાળી હતી અને મગફળી કૌભાંડ નો મુદ્દો ઉછાળ્યો હતો ટેકાના ભાવે ખેડૂતો ની મગફળી ઓછી અને મળતીયાઓ ની મગફળી વધુ ખરીદી કરી છે તેવા આક્ષેપો કર્યો હતો. પરંતુ ખેડૂત વિરોધી ભાજપ દ્વારા ગૃહમાંથી ખેડૂત નેતાને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પૂર્વે પણ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્યાપક ભષ્ટાચાર કરીને ભષ્ટાચારના પાપને છુપાવવા મગફળીના ગોડાઉનો સળગાવીને પુરાવા નાશ કરવાના કારસાઓ ભાજપની સરકારના ઈશારે થતા હોવાનો સણસણતો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને ટેકાના ભાવની મગફળીની ખરીદ કરતી ભાજપ સમર્પિત સંસ્થા અંગે પણ યોગ્ય તપાસની માંગણી કરીને રાજ્યની સરકાર સામે બાંયો ચડાવી છે.

જો કે વિધાનસભામાં ઉશ્કેરાયેલા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોગ્રેસે ગૃહની બહાર પણ સૂત્રોચ્ચાર કરીને પાણીની તંગીનો અનુભવ કરતાં ખેડૂતોની માગણીનો પડઘો પાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY