જીતુભાઈની અંતિમયાત્રામાં CM વિજય રૂપાણી પણ થયા શામેલ

0
475

Update : 27 February 2018

જીતુભાઈની અંતિમયાત્રામાં CM વિજય રૂપાણી પણ થયા શામેલ.

ભેંસાણ રોડ પર બામણગઢ પાસે આજે એક ખૂબ જ દુખદ ઘટના ઘટી હતી. જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈનો અકસ્માત થયો હતો અને અકસ્માતમાં જીતુભાઈનું નિધન થયું હતું. તેમની સાથે તેમના પત્ની પણ કારમાં હતા, પરંતુ તેઓ બચી ગયા છે, પરંતુ તેમની હાલત હજુ ગંભીર છે, તેવી વાત સામે આવી છે. જીતુભાઈના પત્ની ભાવનાબેનને રાજકોટની સ્ટર્લિન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને પણ ઈજા થઈ હતી. જીતુભાઈ હિરપરાની આજે બપોરે 4 કલાકે અંતિમયાત્રા નીકળશે, તેમની અંતિમયાત્રામાં CM વિજય રૂપાણી સહિત BJPના અનેક નેતાઓ પણ શામેલ રહેશે.

ામણગઢ પાસે જીતુભાઈની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક પણ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ તાત્કાલિક બધાને 108 એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યાં જીતુભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ભાજપના પાયાના કાર્યકર્તાથી સફર શરૂ કરી જૂનાગઢના મેયર પદ સુધી પહોંચી સમાજસેવામાં પોતાનો મહત્વનો ફાળો આપનાર અગ્રણી નેતા,અદના આદમી એવા વડીલ મિત્ર અને જુનાગઢ મ્યુ. કોર્પોરેશન ના પુર્વ મેયર સ્વ. શ્રી જીતુભાઇ હીરપરાનું આજરોજ અકસ્માતે અવસાન થતાં ખુબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ……
જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ભાજપ ગુજરાત પ્રમુખ શ્રી જીતુ ભાઈ વાઘણી અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ભીખુ ભાઈ દલસાણીયા પરમાત્મા સદ્દગત ના આત્માને શાંતિ આપવા હાજર રહ્યા અને એમના પરિવાર પર આવી પડેલ આ અસહ્ય દુઃખને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના..

ઓમ શાંતી…

રિપોર્ટ : ચિરાગ રાજગોર

જૂનાગઢ શહેર

LEAVE A REPLY