ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં રંગકૃપા સોસાયટીમાં 2 બાળકો-માતાની હત્યા, પતિ હોસ્પિટલમાં

0
130

Inanews National

Updated: February 27, 2018
ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં રંગકૃપા સોસાયટીમાં 2 બાળકો-માતાની હત્યા, પતિ હોસ્પિટલમાં

ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં રંગકૃપા સોસાયટીમાં ટ્રિપલ મર્ડર,2 બાળકો અને પત્નીનાં મોત, પતિ હોસ્પિટલમાં.
ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રંગકૃપા સોસાયટીમાં ટ્રિપલ મર્ડરની ઘટનાના સમાચાર મળ્યા છે. બે બાળક અને મહિલાનો મકાનમાંથી મૃતદેહ મળ્યા હતા, જ્યારે પતિને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી વધુ વિગત મુજબ, ભરૂચઃ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રંગકૃપા સોસાયટીના મકાનમાંથી બે બાળક અને મહિલાના મૃતદેહ મળ્યા હતા. પતિ ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે. અનુમાન પ્રમાણે પતિએ જાતે બાળકો અને પત્નીની હત્યા કરી હોય અને ત્યાર બાદ પોતે આત્મહત્યાની કોશિશ કરી હોવી જોઈએ. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

LEAVE A REPLY